________________
૧ર
ધરતી માતા ઈ શકે નહિ. એક મૂઠી ભરીને જમીન ખેબામાં લો અને જુઓ તે તે જીવંત પ્રાણીઓથી ખદબદતી હશે. જીવતી ફૂગ, જીવાણુઓ (બૅકિટરિયા) તથા પાણીના એકકોષી જીવો(પ્રોટઝોઆ)-ની વસ્તીની માટીમાં ખાસી ભીડ હોય છે. જમીનમાં પ્રવર્તતું આ ધબકતું જીવન જ મહાન જીવન-ચક્રો ગતિમાન કરવામાં અગ્ર ભાગ ભજવે છે.
એ આખી પ્રક્રિયા સૂક્ષ્મદર્શક કાચ દ્વારા નિહાળી શકાય છે. આ સંકીર્ણ વસતીમાં સૌથી વધુ અગત્યનો વર્ગ ફૂગ છે. સફરજનના ઝાડના મૂળની બાજુમાં ઊંડે ખાડો ખોદી કાચની ઊભી બારી ગોઠવવામાં આવે, તે સારા દૂરબીનથી કે સૂક્ષ્મદર્શક કાચથી આ ફૂગની બધી કામગીરી નિહાળી શકાય છે. જમીનનાં છિદ્રોમાં કરોળિયાનાં જાળાં જેવા તેના ધોળા ફેલાતા તાંતણા સ્પષ્ટ દેખાય છે. એ તાંતણાઓ જુવાન સફરજનના ઝાડના મૂળના ટોચલા પાસેના ભાગ તરફ, (જ્યાં મૂળના વાળ ઊગતા હોય છે,) ધસી જતા હોય છે.
પરંતુ આ તો કહાણીની શરૂઆત જ છે. ફૂગના તાંતણા કુળના આ વાળ પાસે આવે કે થોડી વારમાં સફરજનનાં મૂળ એ તાંતણાઓને પિતાનામાં અંદર ખેંચી લે છે. એ તાંતણા પછી છોડના અભિસરણ કરતા રસમાં ભળી જાય છે. એ તાંતણાઓમાં ભરપટ્ટ પ્રોટિન મોજૂદ હોય છે, અને દશ ટકા જેટલું સેન્દ્રિય નાઇટ્રોજન પણ. આ પ્રોટિન મૂળના કેશોમાં મોજૂદ હોતા આથા જેવા રસમાં સહેલાઈથી પચી જાય છે. પરિણામે ઝટ ભળી જાય એવા જે નાઈટ્રોજન-સંકુલો ઉત્પન્ન થાય છે, તે છોડના રસમાં થઈને વીલા પાનમાં પહોંચે છે.
અલબત્ત થોડા અપવાદો છે – જેવા કે ટામેટા અને કોબિજવર્ગના છોડો. તે છોડોને મૂળિયાંનું ઝુંડ હોય છે અને મૂળ ઉપરના વાળ બહુ લાંબા લાંબા જતા હોય છે. આ છોડ ફૂગને સીધી આત્મસાત કરી શકતા નથી. તે આ છોડને પોષણ કેવી રીતે મળે છે ? ઉપરની કરતાં બીજી પ્રક્રિયાથી : અર્થાત્ ફળદ્રુપ જમીનમાં મૃત જીવાણુઓનાં કરોડો શરીરો સડતાં હોય છે અને જમીનના સંયુક્ત કણની આસપાસ