________________
કુદરતની કિતાબ તથા છોડના મૂળ ઉપરના વાળની આસપાસ વીંટળાઈ રહેતી પાણીની છારીમાં ભળ્યા કરે છે. આ મૃત સેન્દ્રિય પદાર્થોમાં પ્રોટિન ખૂબ હોય છે; અને તેનું નાઈટ્રેટ જેવા સાદા ક્ષારોમાં રૂપાંતર થાય છે. એ ક્ષારો પછી પેલા ટામેટા વગેરેના મૂળના તાંતણા દ્વારા છાડના રસમાં પહોંચે છે. આમ જે છોડ જમીનની ફૂગને પચાવી નથી જાણતા, તેઓ સેન્દ્રિય નાઈટ્રોજન આ પ્રકારે મેળવે છે. જે ધરતીમાં આવી જીવાણુવસ્તી સારા પ્રમાણમાં હોય છે, તેવી ફળદ્રુપ જમીનમાં ઊગેલા ટામેટા વગેરે જ રોગ સામે પ્રતીકાર કરી શકે છે અને મબલક પાકને ઉતારો આપે છે.
પરંતુ આ બધી પ્રક્રિયાઓ ધરતીમાં દટાઈ રહેતી હેઈને સૂર્યપ્રકાશથી દૂર રહે છે. એટલે, શક્તિના એ કેન્દ્રમાંથી કાંઈ શક્તિ પ્રાપ્ત કરતી ન હોવા છતાં, આ બધાં અટપટાં કાર્ય શી રીતે કરે છે? લીલા પાનને બધું સોંપી દે તે પહેલાં પોતાનું પ્રાથમિક કાર્ય તેઓ શી રીતે પાર પાડે છે?
જવાબ એ છે કે, તેઓ જમીનની અંદરના સેન્દ્રિય પદાર્થોના ભંડારોને કસવવા દ્વારા એટલે કે દહન દ્વારા પોતાને જોઈતી શક્તિ પ્રાપ્ત કરે છે. સામાન્ય અગ્નિની પેઠે ઑકસવવાની આ ક્રિયાથી શકિત છૂટી થાય છે. આ ધીમા દહન માટે જોઈને ઑકિસજન હવામાંથી ખેંચવામાં આવે છે. વરસાદ જ્યારે નીચે પડે છે ત્યારે વાતાવરણમાંથી ઘણા ઑકિસજન તેની સાથે ઓગળતો આવે છે. તેથી જ ઝારા વડે પાણી પાઈએ તેના કરતાં વરસાદ વડે જે પાણી છોડને મળે છે, તે વધુ ફળદાયી હોય છે. તેમજ જમીનને ખેડીને ખુલ્લી કરવાની જરૂર પણ એ જ કારણે હોય છે, જેથી બહારથી વધુ ઑકિસજન ધરતી પિતાની અંદર ખેંચી શકે તથા વધારાને કાર્બન ડાયોકસાઈડ બહાર ફેંકી દઈ શકે.
લેટિનમાં જમીન કે પૃથ્વીને “ઘૂમસ’ કહે છે, પરંતુ ખેડૂતે આજકાલ માત્ર જમીન કે ધરતી માટે એ શબ્દ નથી વાપરતા. જમીનની સપાટી ઉપર પથરાત વનસ્પતિનો કે પ્રાણીઓને સડયા વિનાને