________________
ધરતી માતા કચરો કે મળ, તેમ જ જીવાણુઓ કે ફૂગ પોતાનું કામ કરીને મારી પરવારે ત્યારે તેમની સાથે ભળતા તેમનાં શરીરના અવશેષો મળીને જે મિશ્રણને ભંડાર ઊભો થાય છે, તેને માટે હાલમાં “સૂમસ” શબ્દ વાપરવામાં આવે છે. તે ભંડારમાંથી પછી ધરતીના જીવાણુઓ અને ત્યાર બાદ સીધા અનુકમે છોડ, ઝાડ અને તે પછી પ્રાણીઓ પોતાના અસ્તિત્વ માટે જે કંઈ આવશ્યક હોય તે મેળવે છે. આમ, સૂમસ એ ભારે અગત્યની વસ્તુ છે.
૪, ધ્રુમસ કુદરત સૂમસનું શી રીતે ઉત્પાદન કરે છે અને તે વડે પોતાના ચકને ગતિમાન કરે છે, તેને સંપૂર્ણ દાખલો જંગલની ધરતી ઉપર જોવા મળે છે. જંગલના કોઈ ઝાડ નીચે લાકડીથી ડુંક ખેદો : પ્રથમ તે મરેલાં પાંદડાં, ફૂલો, ડાળખીઓ, છાલના ટુકડા, સડતા લાકડાના ટુકડા અને એવા બધાનો ખાસો કીમતી પોચો પોચો થર જોવા મળશે. પછી જેમ જેમ નીચે ઊતરતા જશે. તેમ તેમ એ બધા પગે પ થર દબાઈને કઠણ થતો થતો મીઠી મધુર સુગંધવાળી જમીન બની ગયેલો માલુમ પડશે. એ કઠણ ભાગને જરા વધુ ખોદશો એટલે નાનાં નાનાં જીવડાં અને વિવિધ પ્રાણીસૃષ્ટિ ખદબદતી નજરે પડશે. કુદરત સૂમસ શી રીતે બનાવે છે તેને આ સંપૂર્ણ નમૂન છે.
આખા વર્ષ દરમ્યાન સતત, નિરંતર (અલબરા અમુક સ્તુઓમાં વધુ પ્રમાણમાં) જંગલને આ કચરો જમીન ઉપર ભેગો થયે જાય છે; ઉપરાંતમાં વનસ્પતિસૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ સાથે હંમેશ સંમિશ્રિત હોય છે.
જાનવરો અને પંખીઓ સર્વત્ર હોય છે અને નરી આંખે પણ જોઈ શકાય છે. અને પ્રાણીસૃષ્ટિની નીચલી કોટીઓ - કરોડરજજુ વિનાની તે કરોડોની સંખ્યામાં હોય છે. જંતુઓ, અળસિયાં અને એવી બધી કોટીઓ તે ઉઘાડી દેખાય છે; પરંતુ સૂક્ષ્મદર્શકથી તો સાદા પ્રોટઝોઆ (એકકેશી જીવો) સુધીની અસંખ્ય કોટીઓ નજરે પડે છે. આ બધાં પ્રાણીઓ જીવતાં હોય ત્યાં સુધી તેમને મળ, અને મર્યા પછી તેમનાં