________________
કુદરતની કિતાબ શરીર જંગલની ધરતી ઉપર પથરાઈ રહેતી શેતરંજીનો ના સૂને ભાગ નથી હોતાં.
આ ભેગા થયેલા કચરા ઉપર સૂર્યપ્રકાશ તથા વરસાદ પિતાની કામગીરી બજાવે છે. જો કે, એ બનેને વૃક્ષનાં પાનની ઘટામાંથી ચળાઈને નીચે પહોંચવું પડતું હોઈ, તેમને વેગ અથવા તીવ્રતા ઓછાં થઈ જાય છે. સૂર્યને પ્રકાશ એ કચરાને ગરમી પૂરી પાડે છે અને વરસાદ તેને ભેજયુક્ત રાખે છે. વરસાદનો ઝપાટો જેમ તેના ઉપર સીધો નથી પઠતે, તેમજ સૂર્યને દાહક પ્રકાશ પણ સીધો નથી પડતો. એટલે એ બંને પાસેથી જોઈ ભેજ અને જોઈતી હુંફ જ નીચેની શેતરંજીને મળી રહે છે. ઉપરાંત, હવાની અવરજવર રહેતી હોવા છતાં સખત પવનની ઠંડી પાડી દેનારી કે સૂકવી નાખનારી અસર સામે પણ પૂરતું સંરક્ષણ મળી રહે છે.
આમ પૂરતી હવા, હૂંફ અને ભેજ મળી રહેતાં ફૂગ અને જીવાશુઓ, જેમનાથી ધરતી ભરપૂર ભરેલી હોય છે, તેઓ પોતાનું કામ કરવા લાગે છે. નીચે પડેલો કચરો તરત પરિણામ પામવા માંડે છે: કેટલેક કચરે અળસિયાં અને જંતુઓનાં શરીરમાંથી પસાર થાય છે; અને બધા જ કચરો નજરે ન પડે તેમ ભૂકો થઈ, ખંડાઈ, સડીને રૂપાંતર પામી, કાળા-શ્યામ રંગની ફળદ્ર ૫ માટી બનતું જાય છે, જેની મીઠી મહેક જંગલની ધરતીની ખાસ ખાસિયત છે. ભવિષ્યની વનસ્પતિ માટે તે કીમતી પોષણ ધરાવે છે.
મોટે ભાગે કે પાણીથી પૂરેપૂરા છવાયેલા રહેતા કળણ-પ્રદેશોમાં જંગલ જેટલું સૂમસ તૈયાર થતું નથી. કારણ કે, જમીનને પૂરતો ઑકિસજન મળતો નથી; તેમજ ભરાઈ રહેતા પાણીમાં ઓકિસજનનું પ્રમાણ વધુ હોતું નથી. આવી જગાઓએ જીવાણુઓને જોઈને ઑકિસજન હવામાંથી મળવાને બદલે પ્રોટિન સાથેના વનસ્પતિના કે પ્રાણીઓના અવશેષોમાંથી મળે છે. પરંતુ એ સડા અને કોહવાટની પ્રક્રિયામાં ઘણા