________________
ધરતી માતા નાઈટ્રોજન હંમેશાં ગુમાવાય છે; અને તેથી ઊતરતી કોટીને જે શ્રેમસ પેદા થાય છે, તેને “પીટ’ કહે છે, અને તેને બળતણ તરીકે જ વાપરી શકાય છે.
પરંતુ આ બધો જમીનની સપાટી ઉપર ઊભો થતે સ્મસને ભંડાર છોડના મૂળમાં પહોંચે છે શી રીતે? કારણકે છોડના મૂળનેય ટેચને કે વાળ જેવા છેડાવાળો ભાગ જ એ હૃમસને આત્મસાત્ કરવાનું કામ કરતો હોય છે. કુદરત પાસે હળ કે કોદાળો કે પાવડો નથી; પરંતુ કુદરતે એને ઉકેલ બહુ સાદી છતાં સંપૂર્ણ રીતે કાઢયો છે. તેની પાસે કીડી, ઊધઈ, અળસિયાં જેવાં જંતુઓનું આખું મજુર-દળ તૈયાર છે. તેઓ હ્યુમસને નીચે છોડના મૂળ પાસે પહોંચાડી આપે છે. રાત અને દિવસ, કોરા દિવસોમાં કે વરસાદના દિવસોમાં આ પ્રક્રિયા ચાલુ જ રહે છે. અલબત્ત, અમુક ગાળામાં તે વધુ તીવ્ર બનતી હશે. એ કીડાઓને અમુક વખતે સપાટી ઉપર આવવું પડે છે, અને અમુક વખતે ઊંડા ઊતરી જવું પડે છે. બગીચામાં ખરીને ભેગાં થયેલાં પાન બેએક રાતમાં જ અળસિયાં કેવી રીતે ખતમ કરી નાખે છે તે જુઓ, તે નવાઈ પામી જવાય. ઉપરાંત, ઝાડનાં એ મૂળિયાં જ્યાં મરતાં જાય છે, ત્યાં ઊધઈ કે અળસિયાં માટે ઊંડે ઊતરવાની મોટી ટનલ જ મળી રહે છે.
વસ્તુતાએ તો અળસિયું એ હ્યુમસને કે તેની સાથે મિશ્રિત માટીને ખાઈને મળરૂપે જે કંઈ કાઢે છે, તે વનસપતિને આત્મસાત કરવા માટે ખાસી તૈયાર થયેલી વસ્તુ જ હોય છે. સપાટી ઉપરની માટી કરતાં આ મળની માટી સૂમસની બાબતમાં ૪૦ ટકા વધુ સમૃદ્ધ હોય છે; એટલું જ નહિ પણ, મિશ્ર નાઈટ્રોજન, ફેફેટ, અને પેટાશ જેવાં અગત્યનાં ખાદ્ય દ્રવ્યોથી પણ ભરપૂર હોય છે. અળસિયાંએ ખાઈને કાઢેલી માટી, સપાટી ઉપરની છ ઇંચ જેટલી માટી કરતાં મિશ્ર નાઈટ્રોજનની બાબતમાં પાંચ ગણી, ફૉસ્ફટની બાબતમાં સાત ગણી, અને પોટાશની બાબતમાં ૧૧ ગણી વધુ સમૃદ્ધ હોય છે.