________________
કુદરતની કિતાબ એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે, એક એકર જેટલી ફળદ્રુપ જમીનમાં દર વર્ષે ૨૬ ટન જેટલો અળસિયાને મળ ઉમેરાય છે. તદુપરાંત તેમના શરીરના અવશે પણ ખાતરના પુરવઠામાં સારો સરખો ઉમેરો કરે છે. આ પ્રમાણે કુદરતે જમીનને પિતાને જ ખાતર ઉત્પન્ન કરવાનું કારખાનું બનાવી રાખી છે.
૫. ખનિજ દ્રવ્યેની અગત્ય તે શું છોડ માત્ર ઘૂમસમાંથી જ પોતાનું પોષણ મેળવતો હોય છે? ના, ખેડાતી જમીન નીચે જે આંતર-જમીન (સબ-સૉઇલ) હોય છે, તે પણ તેના પિષણમાં અગત્યને ભાગ ભજવે છે. એ જમીન ખડક વગેરેના ઘસારાની બનેલી હોય છે, અને તેમાં પોટાશ, ફોસ્ફટ અને બીજાં વિરલ ખનિજ દ્રવ્યો ભળેલાં હોય છે.
પરંતુ છોડ અથવા વનસ્પતિને એ ખનિજ દ્રવ્યો શી રીતે પહોંચે છે? આપણે જોઈ આવ્યા છે નાનામાં નાના છોડના મૂળમાં પણ જમીનની બારીમાંથી એ દ્રવ્યો ચૂસવાની તાકાત રહેલી હોય છે. પરંતુ એ છારીમાં જ આ દ્રવ્યો કેવી રીતે આવતાં હોય છે? મુખ્યત્વે જમીનની અંદરના પાણી દ્વારા! એ પાણી કાર્બન ડાયોકસાઈડ મિશ્રિત હોય છે અને તેથી તે ખનિજ દ્રવ્યોને ઓગાળી નાખવાની તાકાત ધરાવતું હોય છે. ઓગાળી કાઢવામાં આવેલી એ ખનિજસ પત્તિ આંતર-જમીનમાં મોજૂદ હોય છે. આંતર-જમીનમાં રહેલા પાણીને ચૂસવા જતાં એ મૂળ તેમાં ભળી રહેણાં ખનિજ દ્રવ્યોને પણ ચૂસતાં જાય છે અને પોતાના રસ-પ્રવાહમાં ભેળવી દે છે. આ ખનિજ દ્રવ્યો પછી તે રસ સાથે પાંદડાં સુધી પહોંચી જાય છે
પછી જ્યારે પાનખર ઋતુમાં પાંદડાં પરિપકવ થઈ ખરી જાય છે, ત્યારે એમાં સેન્દ્રિય રૂપે જમા થયેલાં ખનિજ દ્રવ્યો પણ જમીનના ઉપરના થરમાં ભેગાં થાય છે અને સૂમસમાં ભળી જાય છે. જમીનને સ્વસ્થ રાખવામાં પાનખર તું તેથી જ આવો અગત્યનો ભાગ ભજવે છે.
ધ૦ – ૨