________________
ધરતી માતા વૃક્ષ આ પ્રમાણે એક મોટી અભિસરણ-પ્રક્રિયા પાર પાડતું હોય છે; તેથી તેની અગત્ય લક્ષમાં લેવાવી જોઈએ. જંગલો અને વૃક્ષોનો નાશ તેથી જમીનને પણ ઘાતક નીવડે છે. જંગલના નાશથી જમીનની અંદર લંગર નાખીને વૃક્ષોનાં પથરાતાં મૂળ પણ નાશ પામે છે, તથા ઉપરને રક્ષણાત્મક છાંયો પણ દૂર થાય છે. એટલું જ નહિ પણ, ખનિજ દ્રવ્યોનું અભિસરણ પણ તેથી અટકી જાય છે. દક્ષિણ આફ્રિકાના કેટલાક મોટા વિસ્તારોની જમીનની ખનિજ દ્રવ્યોની ઊણપ તેની ઉપરનાં જંગલોના મહાન વિનાશને કારણે જ છે. માણસ કુદરતનું આ જીવનચક્ર પોતાને તાત્કાલિક લાભ જોઈને તોડી નાખે છે, અને જે ધરતીને આધારે પોતાનું જીવન છે, તેની હત્યા કરે છે.
માનવની કિતાબ
ગયા પ્રકરણમાં આપણે પ્રસ્તુત વિષય પૂરતી કુદરતની કિતાબ વાંચવા પ્રયત્ન કર્યો. કુદરત પોતાનું કામ પોતાના નિયમો મુજબ બજાવ્યું જાય છે. ચારે તરફ તેમાં નિયમબદ્ધતા છે-વ્યવસ્થા છે – ઊંડી હેતુમત્તા છે.
કુદરતમાં, ભૌતિક સુષ્ટિની સાથોસાથ, તેના અંગભૂત વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ પણ ગોઠવાયેલી છે. પહેલાં નર્યા પથરા-પાણકા હતા અને પછી પ્રાણીઓ આવ્યાં એવું ગોઠવવાને મિથ્યા પ્રયત્ન વિજ્ઞાન કહેવાય છે. પરંતુ ભક્તિની ભાષામાં એમ પણ કહી શકાય કે ખાનાર અને તેને ખાદ્ય ભગવાને એકસાથે જ સજ્યાં છે. કુદરતમાં પ્રાણીઓ
જ્યાં હોય છે, ત્યાં ખાદ્ય વિનાનાં કદી નથી જોવા મળતાં. નાનામાં નાનો જીવ પણ ખાદ્યથી વીંટળાયેલો અને તેને આત્મસાત કરવા પ્રયત્ન