________________
ધરતી માતા
અને દેશની ભાવી પેઢીઓને કારણું નુકસાન થાય તે હદે જઈને પણ પેાતાની ભૂલ કે અજ્ઞાન કબૂલ રાખ્યા વિના પેાતાનું ડીંડવાણું હાંકય રાખે છે.
<
ઇંગ્લૉન્ડ વગેરેદેશામાં વીમા કંપનીઓ, જેમનું હિત લાખા લોકોના આરોગ્ય અને દીર્ઘાયુષ સાથે સંકળાયેલું હેાય છે, તેઓએ, પ્રજાને પૂરતું ખાવાનું' મળે એ હિસાબે જ ચાલ્યા કરવાને બદલે “ પૂરતું પાષક ખાવાનું' મળવું જોઈએ એની અગત્ય પામી જઈને, ખેતીવાડી અંગેના સાચા સંશાધનને ઉત્તેજન આપ્યું, ત્યારે વૈજ્ઞાનિક રીતે પુરવાર થતું ગયું કે, જમીન-વનસ્પતિ–જાનવર–માણસનું આરોગ્ય એક સાંકળે સંકળાયેલું છે, અને તે સાંકળના છૂટક અંકોડા ફંફોસ્યા કરવામાં અટવાઈ રહેવું, એ નિષ્ફળતા અને નુકસાન તરફ પ્રગતિ કરવા બરાબર છે.
પછી તા સુધારક ખ્રિસ્તી ધર્મસંસ્થાઓએ પણ આર્ચબિશય ઑફ કેન્ટરબરી ડૉ. ટેમ્પલના પ્રમુખપણા નીચે ભેગા મળીને ઠરાવ કર્યો કે, પૃથ્વીની સાધનસામગ્રી એ ઈશ્વર તરફથી સમગ્ર માનવજાતને મળેલી બક્ષિસ છે, અને તેથી તેને વર્તમાન તથા ભાવી પેઢીની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને પૂરી સાવચેતીથી વાપરવી જોઈએ.
અને અન્ન જેવી જીવનની મેાટી જરૂરિયાત બીજી કઈ છે? ઇંગ્લગ્લૅન્ડ વગેરે દેશામાં સરકારો ‘સામાજિક સંરક્ષણ ’ (સાન્શિયલ સિકયોરિટી )-ને નામે પ્રજાને અનિશ્ચિત ગુણવત્તાવાળા ખારાક અનિશ્ચિત પ્રમાણમાં આપીને જ કૃતાર્થતા માને છે, એ મેાટી ભૂલ છે. ભૂખમરો અને રોગચાળા સામે ખરું સંરક્ષણ, પૂરી તાકાતવાન એટલે કે ફળદ્રુપ જમીનમાં ઉગાડેલા અને પૂરતાં પ્રાણવાન તત્ત્વોવાળા પૂરતા ખારાક પૂરો પાડવાથી જ સધાઈ શકે. અને તેથી રાષ્ટ્રીય આયેાજનના નામને પાત્ર કોઈ પણ આયાજન (પ્લાનિંગ) દુનિયાભરમાં જમીનની ગુણવત્તા, તાકાત અને આરોગ્ય વધારવા અને જાળવવા માટેનું જ હાવું જોઈએ. જે સરકારો પોતાની સંભાળ હેઠળની જમીનોના, તે છેક નિર્જીવ – વાંઝણી