________________
માનવ આરેગ્ય એ સ્વતંત્ર વસ્તુ નથી! તેને વધુ ફળદ્રુપ બનાવીને આપણા વારસદારને આપતા જઈએ; નહિ કે નિચોવીને કુચા જેવી નિર્માલ્ય બનાવીને !
સર આલ્બર્ટ હાવર્ડને અનુભવ છે કે, ફળદ્રુપ-પુષ્ટ જમીન ઉપર ઊગતા પાકને રોગ લાગુ પડતા નથી; તથા તેમને જંતુનાશક ઝેરી છાંટણાંની જરૂર પડતી નથી.
બળદ વગેરે ખેતી-ઉપયોગી જાનવરોને પણ ફળદ્રુપ જમીનમાં ઉગાડેલાં ઘાસ ધાન વગેરે ખવરાવવામાં આવે. તે આજુબાજુ બીજાં ઢોરોમાં પગ-મોં વગેરેના ગમે તેવા રોગોને વાવર ચાલતો હોય તો પણ, એ જાનવરોને કશો રોગ લાગુ પડતો નથી. ભલે એ જાનવર રોગનાં ભંગ થયેલાં બીજાં જાનવરો સાથે મોં-નાક રગડી આવે.
ઉપરાંત, નવું સુધરેલું બિયારણ વાપરવાથી પેદાશમાં ૧૦ થી ૧૫ ટકા વૃદ્ધિ થતી હોય, ત્યારે ફળદ્રુપ રાખેલી જમીનમાં એ વૃદ્ધિ બમણી અને ત્રમણી થતી પુરવાર થઈ છે.
ફળદ્રુપ જમીનમાં બિયારણની કોઈ જાત સૌકાઓથી ચાલુ રાખવામાં આવે તો પણ તે વંધ્ય બની જતી નથી; જેવું રાસાયણિક ખાતરો વાપરવામાં આવતાં હોય તેવી જમીનમાં બનતું જોવામાં આવે છે.
ગરીબ દેશમાં જાનવરોનું છાણ મોટા ભાગે બળતણ તરીકે વાપરી નંખાનું હોય તો પણ થોડા ઘણા છાણ વડે ખેતરોમાંથી જ પાંદડાં, ડાળખાં વગેરેને જે ગાટ મળતો હોય છે, તેનું “કંપેસ્ટ’ ખાતર તૈયાર કરવામાં આવે, તો જમીનની સેન્દ્રિય ખાતરની ભૂખ પૂરેપૂરી સંતોષી શકાય તેમ છે.
પરંતુ સર આલબર્ટ હાવર્ડનો સૌથી ટોચ કહેવાય તેવો અનુભવ તો એ છે કે, સૈકાઓથી સફળ પુરવાર થયેલી ખેતીની પદ્ધતિઓના ખરા દુશ્મનો તે ખેતીની સરકારી સંશોધન સંસ્થાઓના વૈજ્ઞાનિકો અને અમલદારો જ છે. ખેતી અંગે હાનિકારક જૂઠ ચાલુ રાખવામાં તેમનું એટલું મોટું સ્થાપિત હિત ઊભું થયેલું હોય છે કે, તેઓ દેશની જમીનને