________________
ધરતી માતા નબળી કે પિષણરહિત હય, તેટલી જ તે પછીની કડીઓને નબળી પાડે છે અને પિષણરહિત બનાવે છે. અને વનસ્પતિ તથા પ્રાણીસૃષ્ટિએ પિષણરહિત બનવું એટલે જ રેગી બનવું– વિવિધ રોગના
ઉપદ્રનો શિકાર બનવું. ૦ નિર્બળ અને પોષણરહિત અર્થાતું રેગી બનેલી જમીનની પેદાશ
ઉપર જીવનાર માનવજાતને પછી વૈજ્ઞાનિકોના ગમે તેટલા જલદ ઉપાયો કે ઔષધ નીરોગી રાખી નહિ શકે. એ પ્રજએ રોગી બનીને ક્ષીણ થવું જ રહ્યું! જેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક તાકાત ખતમ થયેલી હોય, તેવી પ્રજને ગમે તેટલા વિપુલ અભંડાર, ઔષધભંડાર કે ધનભંડાર બચાવી ન શકે!
થોર કહે છે -જુની પ્રજાની તાકાતનું મૂળ તેમનાં નૈસર્ગિક જંગલ હતાં. એ જંગલો જે જમીન ઉપર ઊભાં હોય છે, તે જમીન ક્ષીણ થવા માંડે, એટલે પછી એ પ્રજાઓ પણ ક્ષીણ થતી જાય.
અલેકિસ કેરલ જણાવે છે–“અત્યારના આહારમાંથી પહેલાં જેટલું પિષણ નથી મળતું. રાસાયણિક ખાતરો મબલખ પાક ઉતારી આપે છે; પણ જમીનને સાથે સાથે તે જે ઘાતક ઘસારો પાડે છે, તે ભરપાઈ કરી આપતાં નથી. પરિણામે એ જમીનમાંથી ઊતરતે પાક પોષણની દૃષ્ટિએ નિર્માલ્ય બનતું જાય છે. વૈજ્ઞાનિકોનું સંશોધન રોગોના મૂળ કારણ સુધી પહોંચવું હોતું નથી. આબોહવા તથા આહારની આધુનિક માનવની શારીરિક તથા માનસિક સ્થિતિ ઉપર શી અસર થાય છે, તે અંગે તેમનો અભ્યાસ ઉપરછલ્લો તથા અધૂરો છે. એક રીતે આધુનિક વિજ્ઞાને જ આપણાં શરીર અને આત્માને નબળાં પાડવામાં મોટો ફાળો આપેલો છે.”
જ્યોર્જ હેન્ડરસન જણાવે છે – જમીનને આધારે જીવનાર સૌ કોઈની પ્રથમ ફરજ જમીનની ફળદ્રુપતા જાળવી રાખવી એ છે...સાચી ખેતી એને કહેવાય કે આપણને વારસાગત જેવી જમીન મળી હોય