________________
૭૯
વિજ્ઞાનની કિતાબ અને મેસોપોટેમિયાનાં રણો નીચે કેટકેટલાં પ્રાચીન શહેરો અને ગામે દટાયેલાં પડ્યાં છે ! ત્યાં પણ એક વખત પોતાની સંસ્કૃતિ અને આબાદીનાં બણગાં ફૂંકનારી પ્રજાઓ વસતી હતી, જેમાં અત્યારનાં આપણા જેવાં જ કારનામાં કરીને પોતે સરજેલા રણ નીચે કાયમની નામશેષ થઈ ગઈ છે.
નાઈજીરિયાની સરહદની ઉત્તર પ્રદેશ જે ક્ષેત્રફળમાં દક્ષિણઆફ્રિકા દેશ જેટલો મોટો છે, તે છેલ્લાં બસો વર્ષ દરમ્યાન એક જ નિર્જન બનતું જાય છે. ગ્રીસ અને રોમ પણ તેમની ખેતીની જમીનની બરબાદીથી બરબાદ થયેલી તેમની પ્રજાઓનાં કબ્રસ્તાન નથી તો બીજું શું છે?
વિજ્ઞાનની કિતાબ
સત્યને શેધક' એ અર્થમાં આધુનિક વિજ્ઞાનીને સમજો એ વધારે પડતું છે. સત્યની શોધ જુદી જુદી બાબતો અંગે જુદા જુદા લોકો પહેલેથી કરતા આવ્યા જ છે. માણસ જો બુદ્ધિશાળી પ્રાણી હોય, તે તે એટલું તો કરે જ.
જુદા જુદા જમાનામાં જુદા જુદા વર્ગો જુદી જુદી બાબતે પાછળ પડયા હોય છે. જેમકે, ધર્મની પાછળ, દરિયાઈ મુસાફરી પાછળ, કે જુદી જુદી તપસ્યાઓ પાછળ. અલબત્ત, એક જ જમાનામાં પણ જુદી જુદી બાબતે પાછળ પ્રજાના જુદા જુદા લોકો લાગેલા હોય છે. પરંતુ તે બધાંમાંય એક લક્ષ્ય તે તે જમાનામાં સર્વોપરી બનેલું દેખાય છે, અને તે સર્વોપરી લક્ષ્ય તરફ વળેલાઓને જ પ્રતિષ્ઠા મળતી હોય છે.
પ્રાચીન કાળમાં બધી જાતની વિદ્યાઓની સાધના ચાલતી હોવા છતાં, પ્રતિષ્ઠા તે અધ્યાત્મવિદ્યાને – જીવનના અંતિમ હેતુને લગતી વિદ્યાને – જ મળતી. એટલે જુદા જુદા ભોગ-પદાર્થો અંગે શોધખોળ કે