________________
૪૦
ધરતી માતા ઉદ્યમ પરિશ્રમ ચાલતું રહેવા છતાં, અધ્યાત્મવિદ્યાને - ધર્મસાધનાને – જ સર્વોપરી ગણવામાં આવતી, અને એ કારણે બીજી ભૌતિક વિદ્યા
ને છૂટો દોર નહોતે મળતો: જીવનનો અંતીમ હેતુ જે મનાતે, તેને સુસંગત મર્યાદામાં જ તેને રહેવું પડતું,
પરંતુ યંત્રયુગની નજીક આપણે જેમ જેમ આવતા જઈએ છીએ, તેમ તેમ આધ્યાત્મિક વિદ્યાને ગૌણ કરીને, અરે, તખ્તા ઉપરથી છેક જ ખસેડી મૂકીને, ભૌતિક વિદ્યાએ જ સર્વોપરી બનતી જાય છે. અને યંત્રયુગનું અધિષ્ઠાન થયા પછી તે જીવનના અંતિમ હેતુને લગતી પ્રવૃત્તિ હાસ્યાસ્પદ જ મનાતી જાય છે.
આ યંત્રયુગને વિજ્ઞાની એ જુદી જ જાતને જંતુ છે. તે સત્યને શોધક છે ખરો, પણ મુખ્યત્વે તેને નોકરી આપનાર – પૈસા આપનાર – માલિકને જોઈતા સત્યને જ; – જેથી એ સત્ય જાણી, તેને ઉપયોગ કરી, તેનો માલિક વધુ સત્તાવાન, વધુ ધનવાન કે વધુ ઘાતક બની શકે. જીવનના અંતિમ હેતુની શોધને તેના ક્ષેત્રમાં સ્થાન નથી – જડ તત્ત્વ સિવાય બીજા કોઈ તત્ત્વને પ્રમાણવું એ તેની આચારસંહિતામાં જ નથી.
વિજ્ઞાનની કરુણતા એ છે કે, તે હંમેશાં વસ્તુને સમગ્રપણે જોવાને બદલે, તેની ટેસ્ટ-ટયૂબમાં કે સૂક્ષ્મદર્શક કાચની મર્યાદામાં આવે તેટલા ભાગને જ તપાસી શકે છે.
ધરતી એ વિવિધ પ્રકારના જીવનથી ધબકતો સમન્વિત જીવનવ્યાપાર છે; અને એ રીતે સમગ્રપણે – સમન્વિતપણે જ – તેને વિચાર ઘટે. એ વસ્તુ વિજ્ઞાનને માન્ય ન હોઈ શકે. કારણ, તેનાં મર્યાદિત સાધને પેલા સમગને, તથા તેના સમન્વિત જીવન-પાપારને પોતાના વ્યાપમાં લઈ શકતાં નથી.
એટલે વિજ્ઞાની તો ધરતી ઉપર ઊગતા છોડને બાળીને તેની રાખનું પૃથક્કરણ કરે, અને તેમાં જે ખનિજ દ્રવ્યો તેના જોવા – જાણવામાં આવે, તે ખનિજ દ્રવ્યો ધરતીમાં બહારથી વધુ પ્રમાણમાં નાખવામાં