________________
૩૮.
ધરતી માતા પાડી શકે નહીં. પોતાના જીવનને – કાર્યશક્તિને જોખમમાં નાખનાર ખોરાક ખાનારી – અને તે પણ ભવિષ્યની પેઢીના મોંમાંથી કાઢી લઈને પોતાના પાપી પેટમાં રનારી – અત્યારની માનવજાત પ્રગતિ કે સંસ્કૃતિને બદલે કંઈક બીજે જ માર્ગે વળી છે, એ આપણે જેટલું જલદી જોઈ-સમજી લઈએ તેટલું સારું.
ધરતીમાતાનું સત્વ ખેંચી-ચૂસીને જ અત્યારની ઈજનેરી વિદ્યા અને યંત્રોદ્યોગ ઊભાં થયાં છે; અનાજ સસ્તે ભાવે મબલખ મેળવવામાં આવ્યું છે તથા યંત્રોદ્યોગની પેદાશે સસ્તી તથા અઢળક ઉત્પન્ન કરવામાં આવી છે. પણ દરમ્યાન તે જમીનને ચૂસી ખાઈને ધરતીના પડ ઉપરની લાખ એકર જમીનને કાયમની વણસાડી મૂકવામાં આવી છે. અત્યારે એક વખતની લાખ એકર ફળદ્રુપતાના ભંડાર જેવી જમીને ઉપર હજારો માઈલ લાંબી ખાઈ પડી ગઈ છે અને દર વરસે એ ખાઈઓ વધુ ને વધુ વ્યાપક તથા ઊંડી બનતી જાય છે. હજારો માઇલ વિસ્તારવાળા પ્રદેશો જ્યાં પહેલાં લીલાંછમ જંગલો ઝૂમી રહ્યાં હતાં, તેં થોડાં જ વર્ષોમાં મરેલી ધૂળનાં રણ બની ગયાં છે; અને પવનનાં તોફાન વડે તેમાંથી ધૂળનો જે બવંડર ઊભો થાય છે અને દૂર દૂર ઘસડાઈ જાય છે, તે જોયો હોય તો ધરતીના પૂતને તે લેહીન આંસુ આવે.
યુરોપ-અમેરિકાની બધી સમૃદ્ધિ, બધી સંસ્કૃતિ, જે જમીનોની બરબાદી ઉપર ખડી થઈ છે, તેને હિસાબ લગાવીએ, તો કોઈ આપણને સુધરેલા કે બુદ્ધિશાળી માનવો ન કહે. આ બધું કયાં સુધી ચાલશે? જમીનની ઉપરનું ફળદ્રુપ પડ વણસાડયાની સાથે સાથે તેલ, ખનિજ દ્રવ્યો વગેરે માટે તેનું પેટાળ પણ ખોતરી કાઢવામાં આવ્યું છે. સરવૈયા તૈયાર કરનારાઓએ તો જાહેર કરી દીધું છે કે ૧૯૮૦ સુધીમાં અમેરિકાની ફળદ્રુપ જમીનને ચોથો હિસ્સો જ બાકી રહ્યો હશે અને બીજાં પચાસ વર્ષો સુધી આ જ પ્રક્રિયા ચાલુ રહી, તો આખો અમેરિકા ખંડ બીજું સહરાનું રણ બની રહેશે. ગેબીનું રણ તથા પૅલેસ્ટાઈન