________________
પાકને થતા રોગો
૬૯
છેડ સામના કરી શકે છે. એ માટે એ જમીન ઉપર ઢોરઢાંખની વસ્તી પ્રમાણસર જાળવી રાખવી એ અતિ આવશ્યક છે.
૬. ચોખા
દુનિયામાં અગત્યનું ધાન્ય ગણાય તે તે ચાખા છે. તેના પાક બધી જાતના રોગોથી મુક્ત હોય છે, એટલે તે આપણને રોગના અટકાવ અંગે ઘણા પાઠ શીખવી શકે તેમ છે. એક તા, જગતના ઘણા મેાટા પ્રદેશોમાં ચાખાનો પાક દર વર્ષે સૈકાંથી, જરા પણ ફેરબદલી સિવાય, લીધા કરવામાં આવે છે. કોઈ વરસ જમીન વાસેલ પણ રાખવામાં આવતી નથી. ઉપરાંત, પાકના ઉતારમાં પણ વધઘટ થતી નથી, તથા જમીનની ફળદ્રુપતા ઘટતી હાવાનું લક્ષણ પણ વરતાતું નથી.
બીજું, ચાખાના પાક આમ સતત લીધા કરવામાં આવતા હોવા છતાં દર વર્ષે બહારથી નાઇટ્રોજન-ખાતરો પણ ઉમેરવાં પડતાં નથી, જેમ બીજાં ધાન્યની બાબતમાં કરવું પડતું હાય છે. ચેાખાનાં ખેતરો પેાતાનું ખાતર જાણે પોતે જ મેળવી લે છે.
ત્રીજું, ચાખાના પાક ઘણી વાર એક જ વિશાળ સળંગ પ્રદેશ ઉપર છાઈ રહેલો હોય છે. એટલે જંતુ અને ફૂગના રોગોને ફાલવાની સ્વર્ગભૂમિ જ ગણાય. છતાં તે રગોના હુમલા ચેાખાના પાક ઉપર થતા નથી. તે જાણે બધી જાતના રોગોથી મુક્ત છે!
આવાં અણચિંતવ્યાં અસામાન્ય પરિણામેાનું રહસ્ય શું છે?
આ કોયડાના ઉકેલની દિશામાં પ્રથમ પગલું ભરીએ કે તરત જોવા મળે છે કે, ડાંગરનું ધરુ હંમેશાં ઊંચી, સારા ખાતરવાળી અને સારા પાણવાળી છિદ્રાળુ જમીનમાં વાવવામાં આવે છે. એટલે એમાં ઊગતા છેાડ જાણે સેન્દ્રિયરૂપનાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશના ભંડાર જ બની રહે છે. પછી જ્યારે એ છેડને ઉપાડીને કાદવવાળા કયારડામાં વાવવામાં આવે છે, ત્યારે જુદી જ પરિસ્થિતિમાં તેને નવેસર ઊછરવાનું થાય છે. એનાથી પાક ઊતરવામાં થોડું મોડું