________________
જમીનની ફળદ્રુપતા અને માનવ આરેગ્ય
જે અસર થતી હોય, તે છાણિયા ખાતરોથી પેદા થયેલા પાકની કે કૃત્રિમ ખાતરોથી પેદા થયેલા પાકની માનવ આરોગ્ય ઉપર થતી અસરમાંથી કેવી રીતે બાદ કરવી કે ઉમેરવી, એ કલ્પી શકાતું નથી.
તેમ છતાં, અમુક સંજોગાવશાત્, અમુક સંખ્યામાં માનવપ્રાણીને એક જગાએ લાંબા વખત એકઠાં રહેવાનું બને છે તે વખતે, તેમના ઉપર અમુક નિયત આહારોની થતી અસરો નોંધી શકાય છે. તથા આ પ્રશ્નમાં રસ લેનારા કેટલાક પ્રતિષ્ઠિત નિષ્ણાત એવા ઊભા થયા છે તથા ઊભા થતા જાય છે, જે જ્યાં ત્યાંથી આવા પુરાવા મળે તે ભેગા કરી પુસ્તકોમાં, સામિયકામાં કે બીજાં ચોપાનિયાં રૂપે પ્રકાશિત કરે છે. એ રીતે આ પ્રશ્ન અંગે જેને વિચાર કરવે હેાય તેને માટે પૂરતું સહિત્ય ભેગું થયું છે. પરંતુ આપણે નવા સુધરેલા કહેવાતા માનવીએ, આપણા આરોગ્યની પંચાત દાકતરો, વૈજ્ઞાનિકો અને હેલ્થ ર્મિનસ્ટર તથા તેના ખાતાને જ સાંપી દીધી હાવાથી, આ અગત્યની બાબતમાં પે।તે વિચાર કરવાનું કે તપાસ કરવાનું છેડી દીધું છે. અને દાકતરોને તથા વૈજ્ઞાનિકોને તે રોગના ઉપચારની બાબતમાં જ એટલી પ્રતિષ્ઠા, એટલા પૈસા તથા એટલું કામ મળતું હાય છે કે, એ રોગ શાથી ઉત્પન્ન થાય છે તથા તેમને ઉત્પન્ન થતા જ શી રીતે રોકી શકાય એ પંચાતમાં પડવાનું તેમને ગમતું કે પાલવતું નથી. કારણ કે એમ કરવા માટે તેમને છેક ખેતરો અને જંગલેા સુધી પહોંચવું પડે; અરે જમીનના હળની અંદર સંશાધન કરવું પડે! એમને શહેરોમાં આવેલી સુસંપન્ન પ્રયોગશાળાઓ, હૉસ્પિટલો કે તેમનાં મબલખ સાધનો છાડી ધૂળ-કાદવ કે છાણ-મૂત્ર ફીંદવાનું શી રીતે ગમે કે પાલવે ? આમ માનવ આરોગ્યની બાબતમાં જ સુધરેલા કહેવાતા માનવની બેદરકારી આશ્ચર્યજનક છે.
કારાકોરમ પર્વતના મધ્યમાં, અને કાશ્મીરની ઉત્તરે આવેલી હુંઝા ખીણના લાકેનો દાખલેા પહેલા સ્ફુરી આવે છે. તે ખીણની પશ્ચિમે અફઘાનિસ્તાન, ઉત્તરે રશિયન પામીર, અને પૂર્વમાં ચાઇનીઝ તુર્કસ્તાન