________________
જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્ય
ગયાં બે પ્રકરણમાં જમીનની ફળદ્રુપતા અને તેમાં થતા પાક અને તેને ચરનાર ઢોરના આરોગ્ય વરઘેનો સંબંધ આપણે જોઈ આવ્યા. પરંતુ જમીનની ફળદ્રુપતા અને માનવ આયોગ્ય વચ્ચેનો સંબંધ એવી સીધી રીતે આપણે ભાગ્યે બતાવી શકીએ. કારણ કે, માણસ જમીનના કઠણ પડ ઉપર થતો પાક જ ખાઈને જીવે છે એવું નથી. તે દરિયાની, નદીઓની તથા જંગલોની પેદાશ ખાઈને પણ જીવે છે, જ્યાં કૃત્રિામ ખાતરોની કશી અસર ખાસ પહોંચતી નથી.* ઉપરાંત, માણસોને કંઈ ઢોરની પેઠે અખતરો કરવા ખાતર લાંબો વખત એક જગાએ એકઠાં રાખી શકાય નહિ
વળી માણસે – અને આધુનિક સુધરેલા માણસે ખાસ કરીને - પાક જેવો ખેતરમાંથી આવે છે તેવો જ ઉપયોગમાં લેતા નથી. જેમ કે, ઘઉં – ડાંગર વગેરે ધાન્યોનાં ઉપરનાં પોષક બધાં પડ કાઢી નાખી, સફેદ રોટી, તથા પૉલિશ કરેલા ચોખા તેઓ ખાય છે. વળી દૂધ – શાક – ફળ વગેરે તાજાં જ ખાય છે એમ નથી, હવે તે પાશ્ચરાઈઝ કરેલું દૂધ, તથા ફ્રીઝમાં નાખેલાં કે પ્રિઝરવેટિવોમાં નાખીને પૅક કરેલાં શાક-ફળ મહિનાઓના મહિનાઓ પછી ઉપયોગમાં લે છે. તે બધાની
* પરંતુ હવે ડી. ડી. ટી. વગેરે જંતુનાશકની અસર દરિયા કિનારે તથા નદીમાં પણ પહોંચે છે અને એ માછલાં વગેરે પેદાશ ખાઈને ડી. ડી. ટી. માનવ શરીરમાં પાછું આવી સંધરાય છે, તથા તેનો માટે ખતરો અમેરિકા-ભારત વગેરે દેશના માનવા માટે ઊભે થયો છે, એ માહિતી તાજેતરમાં બહાર આવી છે. – સંપા