________________
ઢેર-ઢાંખને થતા રે જાતનાં ઘાસમાંથી ઢોર જે ઘાસ ખાવાનું પસંદ કરે, અને જે ઘાસ તરફ મેં પણ ન માંડે, તેમનું પ્રયોગશાળામાં પૃથક્કરણ કરાવવામાં આવતાં, જે ઘાસ ઢોર-ઢાંખ પસંદ કરતાં તે વધુ નીરોગી અને પુષ્ટિકારક માલૂમ પડ્યું હતું. કૃત્રિમ ખાતરોવાળી જમીનમાં ઊગેલું ઘાસ ઢોર-ઢાંખ હંમેશાં નાપસંદ કરતાં.
બીજા એક દાખલામાં કૃત્રિમ ખાતરો વાપરવામાં આવતાં હતાં તે ખેતરમાં ઊગેલા બટાટા બાફીને પાળેલી બિલાડી આગળ ધરવામાં આવ્યા, તે તેણે ધરાર ન ખાધા, પરંતુ છાણિયા ખાતરવાળાં ખેતરોમાં ઉગાડેલા બટાટા બાફીને આપવામાં આવ્યા, તે તે તરત ખાઈ ગઈ.
સ્કૉટલૅડના એક ખેડૂતે પોતાનાં ખેતરોમાંના એકમાં કૃત્રિમ ખાતરો નાખી ઘઉંનો નમૂનો વાવ્યો, અને બીજા એકમાં છાણિયું ખાતર નાખીને. પછી તેને વિચાર આવ્યો કે આ બે જાતના ઘઉંમાંથી કયા સારા ગણાય તેની પરીક્ષા શી રીતે કરવી? પરંતુ તેના કોઠારમાં પેસી જઈ ઉદરડાઓએ તેને જવાબ આપી દીધો.- છાણિયા ખાતરવાળી ઢગલી તેઓએ સાફ કરી નાખી, અને કૃત્રિમ ખાતરવાળી ઢગલીને અડ્યા પણ નહિ!
બીજા એક ખેતરમાં એક ખેડૂતે પોતાના વાડામાં કૃત્રિમ ખાતર વાપરીને ચરાણ માટેનું ઘાસ વાવ્યું. જ્યારે તે તૈયાર થયું, ત્યારે પોતાની ગાયોને એ વાડામાં પેસાડવા તેણે એક નોકર અને કૂતરાની મદદ લીધી, પણ ગાયો એ વાડાનું ઘાસ ખાવા અંદર પેઠી જ નહિ,
ધ૦ –