________________
ધરતી માતા છે. ત્યાંના લોકોના નોંધપાત્ર આરોગ્યની બાબતમાં ઘણા અહેવાલ પ્રસિદ્ધ થયા છે. ગિલગિટ એજંસીના એક વખતના મેડિકલ ઓફિસર મેંક કૅરિસને પિટ્સબર્ગમાં આપેલા એક વ્યાખ્યાનમાં નીચેના શબ્દો તે લેકો માટે વાપર્યા છે: “મારા એ લોકોના સહવાસ દરમ્યાન તેમને મરડો, જઠરનાં ચાંદાં, એપેન્ડીસાઈટીસ, કેન્સર વગેરે રોગો થયેલા મેં જાણ્યા નથી. તેમનાં આંતરડાંને થાક, ચિંતા, કે શરદીની અસર થયેલી મેં જોઈ નથી. એમનું ઝગારા મારનું આરોગ્ય જોયા પછી, આપણી સુધરેલી પ્રજામાં એ બધા રોગોની તકલીફને કારણે થતાં રુદને સાંભળી સાંભળીને મને ખેદ થાય છે.”
હુંઝા ખીણના લોકોનું એ આરોગ્ય તેમની ખેતીની પદ્ધતિને આભારી છે. તેઓ વનસ્પતિને, પ્રાણીઓનો અને માનવોને બધો કચરો તથા મળ કાળજીથી જમીનમાં પાછો વાળે છે. એ લોકોનાં અગાશીબંધ ખેતરોને જે પાણી પાવામાં આવે છે, તે પણ અલ્ટરના હિમપ્રદેશમાંથી સરતી નદીનું જ આવતું હોઈ, તેમાં ખનિજ દ્રવ્યોવાળો કાંપ પુષ્કળ હોય છે. આ કારણે જમીનમાંથી વપરાઈ જતાં ખનિજ દ્રવ્યો વરસોવરસ ભરપાઈ થતાં રહે છે.
બીજો એક જૂને દાખલો જે ધાયેલો યાદ આવે છે, તે સિંગાપરના પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટે કામે લગાડેલા મજૂર-દળને છે. એ મજૂર-દળ ૫૦૦ તામિલ કુલીઓનું બનેલું હતું. તે દળને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન સિંગાપોર ટાપુના જુદા જુદા ભાગોમાં કામે લગાડવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડ બીજા વિશ્વયુદ્ધમાં ભળ્યું એટલે સિંગાપોરના હેલ્થ
ઑફિસર ડૉ. જે. ડબલ્યુ. શાફે આરોગ્ય વ્યવસ્થાના કામે લગાડેલાં પિતાનાં એ માણસોને માટે ૪૦ એકર જમીન જુદી કાઢી આપી. શરત એ હતી કે, તેમણે કૉપોસ્ટ ખાતર તૈયાર કરી એ જમીનમાં પૂરતા રહેવું અને એમાં વાવેલાં શાકભાજી તથા ફળ પોતે તથા પોતાનાં કુટુંબીઓ માટે જ વાપરવાં-બહાર કોઈને વેચવાં નહિ. સ્થાનિક ખેતીવાડી ખાતાએ પોતાના ઇન્સ્પેકટરો અને સ્ટાફનાં માણસોને, કેવી રીતે