________________
જમીનની ફળદ્રુપતા અને માનવ આરેગ્ય ૮૫ શાક-ભાજીની ખેતી કરવી તે તેમને શીખવાડવા મોકલી આપ્યાં. તેઓએ દરેક મજૂર-વસાહતમાં જઈ, એ લોકોને શાકભાજી કેમ રાંધવાં તેનું પણ નિદર્શન કર્યું. મોટા જથામાં કોં પેસ્ટ તૈયાર કરવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું અને લડાઈની શરૂઆતમાં જ ૧૦૦૦ ટન કૉપસ્ટનો જથો તૈયાર થઈ ગયે.
પછીના મહિનાઓમાં મજૂર-દળનાં માણસોની શરૂઆતની ઉપેક્ષા અને બેદરકારી દૂર થઈ ગઈ અને તેને સ્થાને ઉત્સાહ અને ખંત નજરે પડયાં. જે લોકો સારાં શાકભાજી પકવે તેમને ઇનામ આપવાનું પણ શરૂ કરવામાં આવ્યું. પકવેલાં શાકભાજીનાં પ્રદર્શન પણ યોજવામાં આવ્યાં.
પહેલાં વર્ષ પૂરું થવા આવ્યું તેવામાં જ એ મજૂર-દળનાં માણસોનાં શરીરમાં વધેલી રોગપ્રતીકાર-શક્તિ અને આરોગ્ય સ્પષ્ટ વરતાવા લાગ્યાં. નબળાઈ અને માંદગીનું તે નામનિશાન ન રહ્યું અને યુદ્ધને કારણે વધી ગયેલા કામકાજનો બોજો પણ તે માણસો સહેલાઈથી ઉઠાવી શક્યા.
પછી જો કે જાપાનનો કબજો થતાં એ અખતરાની વધુ વિગતે કે આંકડા નેધવાના રહ્યા નહિ. પરંતુ એ મજૂરોનાં બૈરાં-છોકરાંના આરોગ્યમાં પણ થયેલો નોંધપાત્ર સુધારો ઉઘાડો દેખાઈ આવતો હતો.
રહોડેશિયામાં મોટા પ્રમાણમાં અખત્યાર કરવામાં આવેલો બીજો એક દાખલો પણ નોંધપાત્ર છે.
બ્રિટનને લડાઈની તૈયારીઓ માટે તાંબાની જરૂર હતી. તેના સામ્રાજ્યમાં, ઉત્તાર રહોડેશિયામાંથી તાંબું મળી શકે તેમ છે, તેવી ભાળ મળતાં, વડા પ્રધાને લૉર્ડ ગેડિઝને એ કામ સોંપ્યું. પરંતુ જે ભાગમાં તાંબાની ખાણોની શોધખોળ તથા કામકાજ કરવાનું હતું, તે ભાગ નિર્જન હતે. આફ્રિકને પણ તે ભાગમાં રહેતા ન હતા, કારણ કે ઊંઘતી માંદગી, મલેરિયા અને બીજા ઉષ્ણકટિબંધમાં જોવા મળતા