________________
ખાતરને પ્રશ્ન
આખી દુનિયાની ખેતીવાડી સામે એ પ્રશ્ન આવીને ઊભો છે કે. ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઊભી થયેલી વિરાટ માનવ વસ્તીનું આરોગ્ય અને કાર્યક્ષમતા સારામાં સારી રીતે કેવી રીતે જાળવવાં ? શહેરોમાં ખડકાયેલી એ તોતિંગ વસતી ખેતરોમાંથી અનાજ અને બીજું ઉત્પાદન ખેંચી જઈને ખાઈ નાખે છે, પરંતુ તેમને મળ-કચરો ખેતરોને પાછો મળતું નથી. એ વસ્તુ જાણે ઉદ્યોગોને ખેતીવાડી તરફથી મળતી કાયમી ખંડણી જેવી બની ગઈ છે; અને એને પરિણામે પૃથ્વી ઉપરના મોટા પ્રદેશોની જમીન કંગાળ બનતી જાય છે. અજાણમાં એક પ્રકારની મોટા પાયા ઉપર ધરતીની લૂંટ જ ચાલી રહી છે.
ધરતીની ફળદ્રુપતા, જેમાં ભવિષ્યમાં આવનારી પેઢીઓનો પણ હક છે, તેને આખી માનવજાતના હિતને માટે નહિ પણ વર્તમાન કાળની અપ્રમાણિક પેઢીના ભોગવટા માટે વાપરી નાખવામાં આવે છે. આવું કંઈ હંમેશને માટે ચાલી શકે નહિ–ચાલવા દઈ શકાય નહિ. અત્યારની સંસ્કૃતિને સ્થાને એક નવી સંસ્કૃતિ ઊભી થવી જ રહી, જે ધરતીના પડ ઉપરની વિવિધ અમાનતને પવિત્ર થાપણ રૂપ માને; અને તેમાંથી જોઈ ખેરાક ધરતીની મૂડી ખુટાડીને નહિ, પણ ધરતી ઉપરની હરિયાળી શેતરંજીની કાર્યક્ષમતા વધારવા દ્વારા મેળવે. આ જગાએ જ ખાતરને પ્રશ્ન આવીને ઊભો રહે છે.
ટૂંકમાં કહીએ તે, ખાતર પૂરવાની જરૂર, કુદરતનું ધરતીની ફળદ્રુપતા જાળવવા માટેનું જે સ્વાભાવિક ચક્ર છે, તેમાં આપણે કરેલી
૩