________________
ધરતી માતા વચ્ચેનું પ્રમાણ ઘટી જવાથી આ પરિસ્થિતિ ઊભી થાય છે, અને પછી રાસાયણિક ખાતરો વડે એને ઉપાય કરવામાં આવે છે એનું જ પરિણામ આ રોગ છે. સેંદ્રિય ખાતરનું પ્રમાણ જમીનમાં વધારવામાં આવે, તે આ વૈજ્ઞાનિક જંજાળમાં ફસાવું જ પડતું નથી.
ઢોર-ઢાંખને થતા રે
* મીન નીરોગી અને ફળદ્રુપ હેય, તે તેના ઉપર થત પાક નીરોગી અને પુષ્ટિકારક હોય; તથા પાક નીરોગી અને પુષ્ટિકારક હેય, તે તેને ખાનાર પ્રાણીઓ પણ નીરોગી અને પુષ્ટ બને” – એ પિતાને સિદ્ધાંત ચકાસી જોવા સર આલબર્ટ હાવર્ડ આ પ્રકરણમાં કેટલાય પ્રયોગ તથા અનુભવના નામ-ઠામ સાથે દાખલા ટાંકે છે. આપણે એ દાખલાઓની પ્રમાણભૂતતા તપાસવા બેસવાની જરૂર ન હોઈ, તે જે નિર્ણય ઉપર પહોંચે છે, તે ટાંકીને જ સંતોષ માનીશું.
પુસાને પોતાને અનુભવ ટાંકીને તે જણાવે છે કે, ઢોર-ઢાંખના રોગચાળા જયારે આજુબાજુ ફાટી નીકળતા અને મોંના તથા ખરીના રોગોથી સંખ્યાબંધ ઢોર મરણ પામતાં, ત્યારે પુસા એસ્ટેટમાં રાખવામાં આવતાં ઢોર-ઢાંખને પણ એની અસર પહોંચતી. તે પોતે ખેડૂત કુટંબમાંથી ઊતરી આવેલા હોઈ, આ બધી બાબતોના ખૂબ અનુભવી હતા. તેથી તેમણે બળદની પસંદ કરેલી જાતની છ જોડી પિતાના અખતરા માટે પોતાના કબજામાં અલગ રાખી. સારા હવા-ઉજાસવાળા ઢાળિયામાં તે બળદોને રાખવામાં આવ્યા. તે ઢાળિયામાં ફરસબંધી કરાવવાને બદલે માટીનું જ ભોંયતળ કાયમ રાખ્યું. તેમને માટે પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા કરીને સૂમસ ભરેલી જમીનમાં ઊગતું પુષ્ટિકારક ખડ તથા ધાને તેમને આપવા માંડ્યું, તથા માર્ચ ૮ મીથી જૂન ૧૫ મી સુધી