________________
ઢોર-ઢાંખને થતા રોગો
Ge
ગરમીના ૧૦૦ દિવસ દરમ્યાન પણ લીલા ચારો તેમને મળ્યા કરે તે માટે સીલા* તૈયાર કરાવ્યું. ફરસબંધીવાળી જમીન ઢોરની ફાટેલી ખરીઆને ગોઠતી આવતી નથી; પરંતુ ત્રણ ત્રણ મહિને તેમના પગ નીચેની માટી બદલાવતા રહીએ અને છાણ-મૂત્રથી તર થયેલી એ માટીને કૉપેાસ્ટ ખાતર બનાવવાના ઉપયેાગમાં લઈએ, તા ઢોરની અનુકૂળતા અને આરોગ્ય સચવાવા ઉપરાંત આપણને પણ કૉ પાસ્ટ માટેની સામગ્રી મળી રહે.
આટલું કર્યા બાદ તેમણે પુસામાં ચેપી રોગાથી ઢોરોને બચાવવા માટે રસી મૂકવા આવતા ઢોર-દાકતરોને સમજાવીને પેાતાના બળદોને રસી ન મૂકવા દીધી. બહાર રોગ-ચાળા ચાલતા હોવા છતાં તે બળદોને કોઈ રોગ લાગુ ન પડયો. તેમને જે બીડ ઉપર ચેપ લાગેલાં ઢોર ચરતાં હતાં તે બીડ ઉપર પણ લઈ જવામાં આવ્યા. અને પછી
* ઢાર-ઢાંખને ઉનાળાના દિવસેામાં પણ લીલા ચારા મળતા રહે તે માટે સીલેાના ખાડા બનાવવાની અને તેમાં મેાસમમાં બાજરીના કે તેવા બીજા લીલા ઊભા છેાડને કાપીને સંઘરવાની રીત આ પ્રમાણે છે : ચાર ફૂટ ઊંડા ખાડા ખેાદવા અને તેમની બાજુએ અંદર ઢાળ પડતી બનાવવી. પછી આજુબાજુની જમીનમાંથી હવા અંદર ન ધૂસે માટે ખાડાની ચારે બાજુઓને જાડા, ભીનેા માટીની ગારને લેપ કરવા. પછી બાજરીના લીલા ઊભા છેાડ કાપીને તૈયાર રાખ્યા હોય, તેમના નાના ટુકડા કરીને ખાડામાં ભરતી વખતે પાણીના છંટકાવથી તેમને ભીના કરવા, એક દિવસમાં જ આ કામ પૂરું થાય એમ બધુ ગેાઠવવું જોઈએ. પછી ખાડા ભરાતાં ઉપરના ટેકરાનું કેન્દ્ર ખેતરના જમીનતળી ૧૮ ઇ.ચ જેટલુ ઊ'ચુ' થાય, ત્યાર બાદ તેના ઉપર સૂકુ ધાસ – પરાળ છાઈ દેવું. પછી તેના ઉપર એક ફૂટ માટી ભરવી. એ માટીના થર ઉપર કેટલાક ભારે પથ્થ ગેાઠવવા. આ એક ખાડામાં ચાળીસ બળદ માટે ૧૪ દિવસ ચાલે તેટલું સીલા સ`ધરાય. તેવા સાત ખાડા કર્યા હાય, તેા ૧૦૦ દિવસ માટેના લીલા ચારાની જોગવાઈ થઈ જાય. ઉનાળામાં જ્યારે આ ખાડા ખેાદી અંદરનું સીલા કાઢવામાં આવે છે, ત્યારે તે લીલુ જ હાય, છે અને ઢાર તેને હાંસથી ખાઈ જાય છે,