________________
૭૫
પાકને થતા રે ગો ખેતર કરવામાં આવ્યાં છે, ત્યાં શરૂઆતમાં જંગલનું ભેગું થયેલું સૂમસ જમીનમાં મોજૂદ હતું ત્યાં સુધી ફળને ઉતાર સારો આવ્યો. પણ જેમ જેમ હ્યુમસ થતું ગયું, તેમ તેમ ફૂગના રોગોએ દેખા દીધી અને ભારે ઉપદ્રવ મચાવ્યો. ઉપરાંત આધુનિક બગીચામાં ઢોરઢાંખની જગા રાખીને મોટા પ્રમાણમાં કૉપસ્ટ મેળવવાની સગવડ પણ હોતી નથી.
દક્ષિણ રહોડેશિયામાં એક બગીચાવાળો પોતાનો અનુભવ નોંધતાં કહે છે કે, દક્ષિણ રહેડેશિયામાં કેળાંને કમાઉ પાક ગણવામાં આવતો નથી. ચાર વર્ષ સુધી હું પણ કૉપોસ્ટ વાપર્યા વિના મહેનત કરતો રહ્યો. પણ પછી મેં કૉપોસ્ટ વાપરવા માંડ્યું એટલે દર વર્ષે છોડ મોટા થતા ગયા, અને ઉમે પણ મોટી થવા લાગી. અત્યારે હવે ૨૦૦ મોટાં કેળાંની લૂમ એ તો મારા બગીચામાં સામાન્ય વસ્તુ બની ગઈ છે.
ત્યાં જ એક બીજો બગીચાવાળો જણાવે છે કે, હું મોટી કંપનીઓમાંથી એકની નારંગીની વાડી જોતો આવ્યો છું. તે ૨૦ વર્ષ જૂની છે. તેને માટે સલ્ફટ ઑફ એમોનિયાના મોટા પ્રમાણવાળાં કૃત્રિમ ખાતરોનું પુષ્કળ ખર્ચ કરવામાં આવતું હોવા છતાં એ બગીચે બરબાદ થવા બેઠો છે. ઝાડનો મોટો ભાગ સૂકાં લાકડાં જ હોય છે અને ફળોનો ઉતાર નફાકારક હોતો નથી. પરંતુ એ જ વિસ્તારના બીજા એક બગીચામાં સેંદ્રિય ખાતરો વાપરવામાં આવતાં હોઈ, તે હજુ આબાદ દશામાં છે. ત્રીજા એક બગીચામાં કૃત્રિમ ખાતરો વાપરવામાં આવતાં હતાં. પરંતુ પછી ઝાડને ચાર ફૂટ જેટલાં રાખી, ઉપરથી છટણી કરી નાખીને કૉપોસ્ટ ખાતર આપવા માંડ્યું, એટલે હવે એ ઝાડ મજબૂત અને નીરોગી બનતાં ચાલ્યાં છે.
સ્ટ્રોબેરીની બાબતમાં એક અખતરે એવો કરવામાં આવ્યો કે, એક જ બગીચામાં કોં પેસ્ટ ખાતર ભરીને એક બાજુ વાઇરસનો રોગ લાગુ પડયો હોય તેવા છોડ વાવવામાં આવ્યા; અને બીજી બાજુ એવો રોગ લાગુ ન પડ્યો હોય તેવા છોડ વાવવામાં આવ્યા. તો નીરોગી