________________
૭૪
ધરતી માતા
સાળે કળાએ ફાલેલું નજરે પડયું, ત્યાં તપાસ કરતાં માલૂમ પડયું કે ત્યાં કૃત્રિમ ખાતરો વાપરવામાં આવતાં ન હતાં, પરંતુ ઢોરનું છાણ-મૂત્રનું ખાતર જ વાપરવામાં આવતું. પરિણામે તે દ્રાક્ષના દારૂની ખ્યાતિ પણ સારી હતી.
ઉઘાડું છે કે, ટ્રાંસ દેશે પેાતાના ઇતિહાસમાં અમુક કાળે દ્રાક્ષના વાવેતર અંગે ખાટું પગલું ભર્યું અને દ્રાક્ષના વાવેતર અને ઢોરઢાંખ વચ્ચેનું પ્રમાણ ખાઈ નાંખ્યું. ક્રાંતિ પછી શહેરી વિસ્તાર વધતો ગયો તેમ તેમ દ્રાક્ષના દારૂની વધેલી માગને પહોંચી વળવા તેઓએ બધી જમીનને દ્રાક્ષના વાવેતર હેઠળ મૂકી દીધી. છાણિયું ખાતર કે કૉપેાસ્ટ મળવાનું બંધ થયું એટલે કૃત્રિમ ખાતરોના આશરો લઈ, ફૂગ વગેરે જંતુના રોગાને સીધું આમંત્રણ આપ્યું. પછી તો તે રોગા દૂર કરવા ઝેરી છાંટણાંઓના આશરો લેવા પડયા, અને એમ ધીમે ધીમે એમની દ્રાક્ષની ખેતી જે પહેલાં ખૂબ વખણાતી હતી, તે છેક ઊતરતી કક્ષાએ પહોંચી ગઈ.
કેળાં વગેરે ફળે
પીચ જેવાં કેટલાંક ફળઝાડને બે જાતનાં મૂળ હોય છે : ગરમ ઋતુમાં ઊંડેથી પાણી ખેંચવા ઊંડાં; અને પીચના છેાડ ઊછરતા હોય ત્યારે શરૂઆતની ભેજવાળી જમીનમાં પાણી અને પાષણ મેળવવા સપાટી આગળનાં ટૂંકાં, છેડ મેટા થયે ગરમીની મેાસમમાં પણ ઉપરનાં ટૂંકાં મૂળને પાણી અને ખાતર મળે, તે પીચ ફળની ગુણવત્તા એકદમ સુધરી જાય છે. ગ્વાવાનું ફળઝાડ પણ એ જ જાતનું છે. એનાં ટૂંકાં મૂળને પણ ખાતર-પાણી મળી રહે છે તે તેનાં ફળની જાત સુધરે છે, એટલું જ નહિ પણ, તે રોગાના પ્રતીકાર પણ સહેલાઈથી કરી શકે છે. કેળાંના વાવેતરના અનુભવ પણ એમ જ જણાવે છે કે, કૉ પાસ્ટ પૂરતું આપવામાં આવે, તે કેળાંનેા ઉતાર તથા ગુણવત્તામાં આશ્ચર્યજનક વૃદ્ધિ થાય છે. વેસ્ટ ઇંડિઝ અને મધ્ય અમેરિકામાં જ્યાં પર્ગતીય વિસ્તારના ઢાળ ઉપરનાં વિશાળ જંગલા કાપી નાખી કેળાંનાં