________________
પાકને થતા રોગો
૭૩
(૨) તેમને બીજો પાઠ આફ્રિકામાં દ્રાક્ષના વાવેતર અંગે મળ્યો – ૧૯૩૩ ની વાંતમાં કેપ કૉલાનીમાં અને ૧૯૩૬ માં આલ્જીરિયા તથા મેારોક્કોમાં. ત્યાં પણ રોગના હુમલા મધ્યમ પ્રમાણમાં થતા જોવામાં આવ્યા. પરંતુ હિન્દુસ્તાનની પશ્ચિમ સરહદ ઉપર છેડનાં પાન અને લાકડાનું જેવું આરોગ્ય જોવા મળ્યાં, તેવું કશું અહીં નજરે પડતું ન હતું. અને તરત જ તેનું કારણ પણ જડી આવ્યું. એ લોકો બધી જમીન ઉપર દ્રાક્ષનું વાવેતર જ કરતા; તેથી કૉ ંપાસ્ટ ખાતર તૈયાર કરવા માટે જરા પણ જમીન બાકાત રહેતી નહીં. દક્ષિણ આફ્રિકાવાળાએ તે તરત એ ભૂલ સુધારી લીધી અને કૉ'પેાસ્ટ ખાતર તૈયાર કરી કરીને દ્રાક્ષના બગીચાને પહોંચાડવા માંડયું; અને તેનાં સુફળ પણ તેમને તરત ચાખવા મળ્યાં.
પરંતુ આલ્જીરિયા અને મેારોક્કોમાં તા ાંસના દક્ષિણ ભાગામાં અનુસરાતી પદ્ધતિને જ અપનાવવામાં આવતી હોવાથી, દ્રાક્ષના વાવેતરમાં બરકત આવતી નહોતી. તે વાત ઉપર જ હવે નીચેના ફકરામાં પહેોંચી જઈએ.
(૩) સર હાવર્ડને છેલ્લા પાઠ મીડીમાં ૧૯૩૭, ૧૯૩૮ અને ૧૯૩૯ માં મુસાફરી દરમ્યાન શીખવા મળ્યા. ત્યાં ફ઼્રાંસના દક્ષિણ ભાગેામાં અનુસરાતી પદ્ધતિ જ અમલમાં મુકાતી હાવાથી, ફ્રાંસની પદ્ધતિનું નિરીક્ષણ કરવાનું તેમને મળ્યું. પ્રથમ તો કોં પાસ્ટખાતર ત્યાં નહિવત વાપરવામાં આવતું; ભારે ખર્ચે કૃત્રિમ ખાતરો મંગાવવામાં આવતાં અને પછી ઝેરી જંતુનાશક છાંટણાં પણ છેાડને જુદી જુદી ફૂગાના રોગોના હુમલામાંથી બચાવવા માટે એટલા જ ખર્ચે વાપરવામાં આવતાં. આમ કરવા છતાં ખેતીમાં કશી બરકત આવતી ન હતી. ઘણી જગાએ ટ્રેકટરોથી ખેતી કરવામાં આવતી; અને કૃત્રિમ ખાતરોથી દ્રાક્ષ ઉગાડાતી ખરી, પરંતુ તે ખાવા માટે નહીં પણ મેટરોમાં વપરાતા પેટ્રોલમાં ઉમેરવા આલ્કોહાલ બનાવવા માટે જ વાપરવામાં આવતી હતી. એક જ વિસ્તારમાં જ્યાં દ્રાક્ષનું વાવેતર તેની