________________
ધરતી માતા
ખીણપ્રદેશના ઢોળાવવાળા ભાગા જ્યાંથી પાણી બરાબર નીચે વહી જાય છે, તેમને જ દ્રાક્ષની ખેતી માટે પસંદ કરતા. ત્યાંની આંતર-જમીન નીરોગી મૂળ-વિકાસ માટે પૂરતી છિદ્રાળુ હોય છે. ત્યાં દ્રાક્ષને ઊંડી સાંકડી નાળા ખાદીને વાવવામાં આવે છે. એમ ખાદેલી માટી વડે એ નાળાની કિનારી ઉપર અમુક ફૂટ ઊંચી પાળા કરી દેવામાં આવે છે જે ગરમ સૂકા પવનેનું જોર ઝીલી લે છે. એ નાળાની ભેાંયમાં પૂરતા પ્રમાણમાં કાંપેસ્ટ-ખાતર ભરવામાં આવે છે. દ્રાક્ષ વવાઈ રહે એટલે પાણ કરવામાં આવે છે. છેાડ માટા થાય ત્યાં સુધી વરસાદ પડવાના સંભવ હાતા નથી અને નાળામાંથી પાણી બરાબર નીચે ચાલ્યું જતું હાવાથી કોઈ જગાએ પાણીનું કળણ થવાને સંભવ હોતા નથી. નહેરનું પાણી પણ બહુ આપવાની જરૂર હોતી નથી; કારણ કે, ઊંચી પાળેા કરી હાવાથી પાણી જલદી સુકાઈ જતું નથી.
આમ ફૂગ અને જંતુના હુમલા માટે જોઈતી બધી પરિસ્થિતિ, અર્થાત વેલાની આસપાસ ભેજવાળું વાતાવરણ, અને નાળામાં હવાની નિયંત્રિત અવરજવર મેાજૂદ હાવા છતાં, કોઈ જાતના રોગા દ્રાક્ષ ઉપર નજરે પડતા ન હતા. ઊલટું તે છેાડનાં પાન અને લાકડું બંને તાકાતભર્યું આરોગ્ય અને સ્વાસ્થ્ય દર્શાવતાં હતાં. દ્રાક્ષના ઉતાર પણ પુષ્કળ થતા હતા; અને તે લાંબા વખત બગડયા વિના રહી શકતી હતી. ઉપરાંત એક જ જાતનું વાવેતર સૈકાંઓથી થતું આવતું હતું. આ લેાકાની બીજી એક નોંધપાત્ર ખાસિયત એ જોવામાં આવી કે, તે બધી જમીન ઉપર દ્રાક્ષનું વાવેતર કરતા નહેાતા. જમીનના અમુક ભાગમાં જ દ્રાક્ષનું વાવેતર કરીને સંતોષ માનતા, અને બાકીની જમીન પડતર રાખતા અથવા તેમાં ઘઉંની ખેતી કરતા. એથી દ્રાક્ષના વાવેતર માટે જોઈતું કૉ પાસ્ટ-ખાતર તેમને મળી રહેતું. ત્યારે યુરોપમાં દ્રાક્ષનું વાવેતર જ્યાં થાય છે ત્યાં જમીનના દરેક ફ્રૂટ દ્રાક્ષના વાવેતર હેઠળ જ મૂકી દેવામાં આવે છે. ખાતરના ઉત્પાદન માટે જરા પણ જમીન ખાલી રાખવામાં આવતી નથી.
७२