________________
પાને થતા રોગો
૭, ઘઉ ૧૯૦૫ થી ૧૯૨૩ સુધીનાં ૧૯ વર્ષ દરમ્યાન સર આલ્બર્ટ હાવર્ડ ભારતના ઘઉના પાકને જ અભ્યાસ કરતા રહ્યા હતા. ઘઉંને સામાન્ય રીતે ગેરુ (rust)ને રોગ વધુ લાગે છે. પરંતુ ઘઉંની અમુક જાતે ગેરુના ગમે તેટલા હુમલાનો સામનો કરતી માલુમ પડી છે. એટલે યોગ્ય જાત વાવેતર માટે પસંદ કરવી એ મુખ્ય બાબત છે.
જ્યાં જમીનની છિદ્રાળુતા ઓછી હોય છે, અને જમીન ઘઉંના વાવેતર માટે અનુકૂળ હોતી નથી, ત્યાં “ઇલવર્મ” ઈયળોને ઉપદ્રવ હોય છે. પરંતુ તેવી જમીનમાં પણ તાજું તૈયાર કરેલું કૉમ્પોસ્ટ ખાતર જમીનમાં પૂરવામાં આવે, તે એ ઉપદ્રવ દૂર થાય છે.
છાપરાંના છાજ તરીકે જ્યાં ઘઉંનું પરાળ વાપરવામાં આવે છે, ત્યાં પણ એવો અનુભવ છે કે, કૉપોસ્ટ ખાતરથી પકવેલા ઘઉંના પરાળનું છાજ દશ વર્ષ ટકે છે, ત્યારે કૃત્રિમ ખાતરોથી પકવેલા ઘઉંના પરાળનું છાજે પાંચ વર્ષમાં સડી જાય છે.
૮. દ્રાક્ષ દુનિયાના સૌથી જૂના પાકોમાં એક દ્રાક્ષ છે. એનું વતન મધ્ય એશિયા ગણાય છે. જ્યાં બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ હોય છે, ત્યાં કાચના છાજ હેઠળ પણ તેને, હૉલેન્ડની પેઠે, વ્યાપારી ધોરણે પકવવવામાં આવે છે.
૧૯૧૦ થી ૧૯૩૯ સુધી સર આલ્બર્ટ હાવર્ડ એ છોડ અંગે અભ્યાસ કરતા રહ્યા હતા અને તેમાંથી રોગ અને તેની અટકાયત અંગે સારા પાઠો શીખ્યા હતા. એ પાઠોના ત્રણ સ્વતંત્ર વિભાગો કુદરતી રીતે જ પડી જાય છે, અને એ કુમમાં જ તેમને નીચે રજૂ કર્યા છે.
(૧) ૧૯૧૦ થી ૧૯૧૮ નાં વર્ષોમાં ઉનાળા દરમ્યાન તેમને હિંદુસ્તાનની પશ્ચિમી સરહદ ઉપર આવેલ કટા-ખીણમાં રહેવાનું થયું હતું. ત્યાંના રણપ્રદેશોમાં સૈકાઓથી મોટા પ્રમાણમાં દ્રાક્ષની ખેતી સફળતાપૂર્વક થતી આવેલી તેમણે જોઈ. બલુચિસ્તાનના કબીલાવાળાઓ,