________________
ધરતી માતા છોડવાઓને પાસેના છોડવાઓને વાઇરસ-ચેપ લાગુ તે ન પડયો એટલું જ નહિ પણ વાઈરસ લાગુ પડેલા છોડ પણ સુધરવા માંડ્યા, અને તેમને સારો પાક ઊતરવા માંડ્યો ! આમ વાઇરસનો ચેપ એ બહારથી આવતો પ્લેગ નથી, પણ જમીનનાં આરોગ્ય અને પુષ્ટિને જ સવાલ છે. જમીનને યોગ્ય ખાતર મળી રહે તે આવા રોગો લાગુ પડતા જ નથી.
ઝેરી જંતુનાશક છાંટણાં ફળ-ઝાડના રોગો ઉપર છાંટતી વખતે એ વિચાર પણ કરવાની જરૂર છે કે, એ ફળ ખાનાર માણસો ઉપર તથા પાકને મદદ કરનાર (મધ-)માખે અને અળસિયાં ઉપર તેમની શી અસર થશે.
૧૦. તમાકુ તમાકુને પાક પણ સારો લેવો હોય તે તેના ધરુને ફળદ્રુપ અને સારી ખાતરવાળી જમીનમાં વાવવું. એટલે એ ધરુ જ એવું શક્તિશાળી થશે કે પછી જ્યારે તેને ઉપાડીને સેન્દ્રિય ખાતર પૂરેલાં ખેતરમાં વાવવામાં આવશે, ત્યારે તે એવાં ફાલશે કે જોઈને નવાઈ પામી જવાશે; તથા રોગનું તો નામનિશાન નહિ રહે.
૧૧. કઠોળ અખતરા અને અનુભવ ઉપરથી જણાયું છે કે, જે જમીને છિદ્રાળુ હોય છે. તથા તેથી જે છોડ ટૂંકાં સપાટી પાસેનાં જ મૂળ નાખે છે, તે છોડ રોગમુક્ત રહે છે. પણ જમીનની છિદ્રાળુતા ઓછી હોવાથી જે જમીનમાં છોડને ઊંડાં મૂળ નાખવાં પડે છે, તે પાક ઉપર રોગોનો હુમલો થાય છે.
ઇંદર ભણી લીલા ખાતર તરીકે વાપરવા શણના છોડ ઉગાડવામાં આવે છે. લેખકે તેનાં બી મેળવવા છોડને ખેડી ન નંખાવ્યા પણ રહેવા દીધા. પરંતુ ઊબ વળી જવાથી છોડને બી બાઝયાં જ નહિ. પછી લેખકે બીજે વર્ષે કૉપોસ્ટ ખાતર વાપરીને એ જ છોડ વાવ્યા, તે બિયાંને મબલખ પાક મળ્યો.