________________
માનવની કિતાબ દરમ્યાન, જાગીરદાર-સામતને પણ પોતાની જમીનને જુદો ઉપયોગ કરવાનું સૂછ્યું હતું! ભારત વગેરે પૂર્વના દેશોમાંથી આવતું સુંદર સુતરાઉ કાપડ, મસાલા, તેજાના વગેરે ખરીદવા તેમને બદલામાં સામું આપવા કાંઈક જોઈએ. લોખંડ-પોલાદ તે ભારતમાં જ ઉત્તમ કક્ષાનાં મળતાં; એટલે ઇંગ્લેન્ડ જેવા દેશોમાંથી ઊન સિવાય બીજી કોઈ ચીજ એ લોકોને ખપતી નહોતી. પરિણામે જાગીરદાર-સામેતેએ પોતાના ભાગની જમીન ઉપરથી ખેડૂતોને હાંકી કાઢી, થોડા ભરવાડોથી ઘેટાંનાં મોટાં મોટાં ટોળાં ઉછેરવા માંડ્યાં, તથા ખેતરોને વાડેથી આંતરી લીધાં.
તદુપરાંત, ખેતી કરવા માટે સાફ કરેલાં જંગલોની પેદાશ પાછી મેળવવા કેટલીય જમીન ઉપર પાછાં જંગલો ઉગાડવાનું શરૂ કર્યું.
આમ જે જમીને સહિયારી રીતે ખેડાતી અને આખા ગામને પેષતી, તે હવે થોડા જાગીરદાર-સામતની પિતાની અંગત માલકીની બની રહી, તેમના અંગત લાભ અને આવક માટે જ તેમને ઉપયોગ થવા લાગ્યો. ટૂંકમાં જમીનને અંગત નફા અને લાભના હેતુ માટે વાપરવાને ખ્યાલ ઊભો થતો ગયો અને વ્યાપ ગયે. તથા એક વખત ધરતી માતાને એવો ઉપયોગ શરૂ થયો, એટલે પછી એ “માવડી” મટીને “મિલકત” બની ગઈ અને તેનું તે રીતે શોષણ થવા લાગ્યું.
થોડા વખત બાદ તે અંગ્રેજોએ પણ પરદેશો જીતી ત્યાંથી સમૃદ્ધિ ઘસડી લાવવાનું અને ભોગવવાનું શરૂ કર્યું; એટલે પછી પોતાના દેશની જમીનને ખેતી માટે સાચવવાનું અને તેની માવજત કરવાનું આપોઆપ છૂટી ગયું. એટલું તો શું, પણ, તેના પેટાળમાંથી કોલસા અને લોખંડ ખોદી ખાદીને બહાર મોકલવા માંડીને મબલક નફાઓ ઊભા કરવા માંડયા. થોડાં વર્ષોમાં તે, તેમના દેશની જમીન, કોલસા-કોલસી-રાખ, જંગી યંત્રો અને તેમનાં કાળઅંધાર કારખાનાંથી જ છવાઈ રહી; તથા આકાશ ધુમાડાથી અને ઝેરી ગેસથી ભરાઈ ગયું.
પિતાને જોઈતું અનાજ કે માંસ તેઓ બહારથી પોતે જીતેલા દેશોમાંથી જ મેળવવા લાગ્યા.