________________
ધરતી માતા
તેમનાં ભા૨ે હળા ખેંચવા માટે આઠ ઘોડા જોડવા પડતા. જુદાં જુદાં નાનાં નાનાં ખેતર હેાય, તે એટલા ઘેાડા રાખવા દરેક ખાતેદારને પાલવે નહિ.
૨૦
આ ‘ખુલ્લા ખેતર’ની પદ્ધતિના મુખ્ય ગુણ વારાફરતી ખેતરને વાસેલ રાખવાને જ હતા. એ પ્રમાણે જમીતમાંથી જે પાક લેવાય તેના બદલામાં જમીનને ફળદ્રુપતાના કસ પાછા મળી રહેતા. ભારતના ખેડૂતા આવાં ભારે હળ વાપરતા નથી. તેથી જમીનની અંદરના ખનિજતત્ત્વના અનામત ભંડારો ઉપર ખેચી લાવતા નથી. ઉપરાંત પાક લેવાને કારણે જે કસ ચુસાય, તેટલા ઢોરના ખાતર.પૂંજાથી જમીનને પાછા વળાતે હાઈ, બબ્બે હજાર વર્ષથી સતત ખેતી થતી રહેતી હાવા છતાં ત્યાંની જમીનની ફળદ્રુપતા જળવાઈ રહી છે. વરસાદી જમીનમાં એકર દીઠ ઘઉંના પાક ૮ મણ અથવા ૬૫૮ રતલ ઊતરે છે; અને સીંચાઈ હેઠળની જમીનમાં ૧૨ મણ અથવા ૯૮૭ રતલ. કેટલાંય સૌકાંથી આ પ્રમાણ જળવાઈ રહ્યું છે.
પરંતુ ઇંગ્લેંડમાં સૂર્યના પ્રકાશ, ભારત જેટલા ન હોઈ, તથા જમીન ઉપર ભેજ વધારે પડતા રહેતા હોઈ, તથા તેમનાં હળ જમીનને ઊંડે સુધી ફાડયા-ચીર્યા કરતાં હાવાથી, જેટલા કસ પાક માટે ખેંચાતા જાય છે, તેટલો જમીનને પાછો મળી રહેતા નથી. એટલે જમીનના કસ ધીમે ધીમે ઊતરતે જ જાય છે, એવા અંદાજ છે કે તે વખતે એકર દીઠ ઘઉંને ઉતારો ૪૬૮ રતલના જ હતા; અને એ પણ ધીમે ધીમે ઘટતા જ ચાલ્યા હતા.
ખેતીની એ પતિ હેઠળ જમીન તેના ઉપર જીવનારાં પ્રાણીને પૂરતી તાકાત કે પૂરતું આરોગ્ય બક્ષી શકે એવી ન રહે. પરિણામે ૧૩૪૮-૯માં ‘ કાળું મૃત્યુ' નામનો રોગ આખા દેશ ઉપર ફેલાઈ વળ્યો; અને તેણે દેશની કુલ વસ્તીના ત્રીજા ભાગથી માંડીને અર્ધા ભાગ સુધીના લોકોના ભાગ લીધા.