________________
માનવની કિતાબ ચૂસી જવાની કે ખેંચી જવાની જ દાનત હોય, તેઓ જ ધરતીને ઊંડે સુધી ચીરી-ફાડી નાખનારાં એવાં હળો વાપરે.
રોમનોને કબજો ઇંગ્લેન્ડ દેશ ઉપર ૪૦૦ વર્ષ રહ્યો. એ દરમ્યાન તેઓએ એ દેશની ખેતીમાં ક નોંધપાત્ર કે કાયમી મૂલ્યનો સુધારો-વધારો કર્યો નહિ. માત્ર પોતાનાં લશ્કરોની કે તેમને માટેની માલસામગ્રીની હેરફેર માટે લાંબા લાંબા ને પહોળા પહોળા રસ્તા બનાવ્યા એટલું જ.
એમની પછ સેકસનો ઇંગ્લેન્ડ દેશ ઉપર ચડી આવ્યા. તેમણે દેશના જાન-માલને સારી પેઠે હાનિ પહોંચાડી. પરંતુ આ લોકો પોતાનાં બૈરી-છોકરાં, ઢોર-ઢાંખ વગેરે લઈને આવ્યા હતા, અને તેઓ ઇંગ્લેન્ડને વતન બનાવીને જ વસ્યા, – રોમન ની પેઠે પરદેશીઓ રહ્યા નહિ. તેઓ પોતાની સાથે યુરોપનાં પોતાનાં મૂળ વતનમાં પ્રચલિત ખેતી-પદ્ધતિ લાવ્યા હતા. અલબત્ત, આખો દેશ અમુક જમીનદારો – જાગીરદારો વચ્ચે વહેંચી નાખવામાં આવ્યો હતે – જેઓ પોતાના તાબા હેઠળની જમીન અમુક સેવાઓના બદલામાં પદ્દેદારોને ખેડવા આપતા. જાગીરદારો વળી પોતાને મળેલી જાગીર બદલ પિતાના રાજાને અમુક સેવાઓ અર્પતા. અર્થાત એ પૂરી સામંતશાહી પદ્ધતિ હતી.
એ સમય દરમ્યાન ઈંગ્લેન્ડ દેશની ખેતીનું મુખ્ય લક્ષણ ખુલ્લું ખેતર* હતું. આખા ગામનું એક જ મોટું વિશાળ ખેતર હોતું, જેમાં ગામના બધા લોકો સહિયારી ખેતી કરતા; અને પોતાને માટે તેમજ જાગીરદારનેસામંતને આપવા માટે જોઈતે પાક પકવી લેતા. દરેક ગામમાં આવાં બે કે ત્રણ મોટાં ખેતરો રહેતાં અને તેમને વારાફરતી વાસેલ રાખવામાં આવતાં. આમ કુલ જમીનનો ત્રીજો ભાગ વરસોવરસ પડતર રહે, અને તેના ઉપર ઘેટાં-બકરાં ચરાવવામાં આવતાં. આ ખેતરો ઉપરાંત અમુક ભાગ બીડ-ચરા તરીકે પણ ફાજલ રાખવામાં આવતું, જેમાંથી લોકોને જોઈનું બળતણ તથા ઢોરને માટે ઘાસચારો મળી રહેતાં. * * વાડ વગરનું – ભાગલા વગરનું. સંપા