________________
મોજૂદ નથી. દેશની પ્રજાની ગરીબાઈની કે બેકારીની પરવા કરવાને બદલે આજે તો એકવીસમી સદીમાં અમેરિકા વગેરેને પણ ટક્કર મારે તેવી આધુનિક વિજ્ઞાન-ટેકનોલૉજી કેવી રીતે હાંસલ કરી લેવી, એની વાતેના ફડાકા જ ચારે કે સાંભળવા મળે છે.
આવી કટોકટીની ઘડીએ સર આલ્બર્ટનું પુસ્તક સંક્ષેપમાં પણ સરળ રૂપે ગુજરાતીમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત ઘણી કાંતિએનું ધામ બનેલું છે. ધરતીની અને પ્રજાની બરબાદી કરનાર કહેવાતી “હરિયાળી ક્રાંતિની પ્રતિક્રાંતિનું પણ તે ધામ બને, એવી આશા સાથે, આ પુસ્તક માટેના બે પ્રાસ્તાવિક-બોલ પૂરા કરું છું. સંકલિત]
ગોપાળદાસ પટેલ તા. ૧૫-૧૧-'૮૫