________________
१४ સૌથી વધુ ફળદ્રુપ જમીનને તેમની ઉપર ખાર ફરી વળતાં સત્યાનાશ વળી ગયો છે. ખેડા જિલ્લાની ઊંડા કાંપ અને રેતીવાળી જમીનમાં પાણી ઉપર તરી આવે, એની તે કોઈને કલ્પના પણ ન આવે. કોડીનાર પાસેના સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારા તરફ વળી જુદી જ જાતનું નુકસાન થયેલું જોવા મળે છે. એ પ્રદેશ અત્યાર સુધી ગુજરાતને અતિ સમૃદ્ધ શેરડીના વાવેતર વિસ્તાર ગણાત. એ હવે તદ્દન બરબાદ થઈ ગયો છે. આ પરિસ્થિતિ જો હજુ વધુ ચાલુ રહી, તે સીંચાઈની યોજનાઓથી વધુ જમીને વાવેતર હેઠળ આવવાને બદલે ઘણી જમીને અનુત્પાદક બની જશે.
અત્યારની ભારતની પરિસ્થિતિ એવી છે કે, ૩૨ કરોડ ૯૦ લાખ હેક્ટર જમીનમાંથી અર્ધા ઉપરાંત જમીન “બીમાર' બની ગઈ છે; અને દશ કરોડ હેકટર જમીન તે “અતિશય બીમાર' બની ગઈ છે. એ જમીનની બીમારી, જેને અંગે આપણે ઓછામાં ઓછા સભાન છીએ, તે છે જમીનની ફળદ્રુપતા ફરી પાછી ભરપાઈ કરી આપવાની અને એને પુનર્જીવિત કરવાની કુદરતની શક્તિઓનો નાશ! જુદાં જુદાં જંતુનાશક દ્રવ્યોના ઉપયોગથી ખેતી-પર્યાવરણ-તંત્રને ભારે નુકસાન પહોંચ્યું છે, જે જંતુઓ અને જીવાણુઓ ખેતીને લાભદાયક હતાં, તે નાશ પામી ગયાં છે અને તેથી જમીનની ઉત્પાદકતાને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે.
આ બધું જેમણે સમજવું વિચારવું જોઈએ, તે રાજકારણીઓ તે ભોઐશ્વર્ય સાધી આપનાર પાશ્ચાત્ય વિજ્ઞાન-ટેકનોલૉજીના મોહમાં એવા મૂઢ બની ગયા છે કે, તેમને દેશની ધરતીનું કે પ્રજાનું શું થાય છે કે થવાનું છે, તે જોવાની કે સમજવાની આંખ કે બુદ્ધિ જ રહ્યાં નથી. તેઓને તે દિલ્હીની ગાદી કયા પક્ષના કે કોના હાથમાં રહે તેની જ ફિકર છે. ભારતમાતાની પરવા કરનાર કે રાખનાર ગાંધીજી, સરદાર, કૃપલાની, મગનભાઈ દેસાઈ વગેરે જેવા કેઈ સપૂતે હવે