________________
આપણા દેશમાં લગભગ ૭ કરોડ, ૫૦ લાખ હેક્ટર જમીન ઉપર જંગલો છવાયેલાં છે. તેને અભ્યાસ કરતાં હવે જણાયું છે કે, તેમાંને અર્ધો ભાગ ઝાડ વિનાને, જમીનની ફળદ્રુપ ઉપરી-તળ વિનાનો તથા છેક બિસમાર હાલતવાળો બની ગયો છે. જે અર્ધો ભાગ બાકી રહ્યો છે, તે પણ સ્વાભાવિક રીતે જ ભારે દબાણ હેઠળ છે. કારણકે, વસ્તી વધતી જાય છે અને તે પ્રમાણમાં બળતણ માટેનાં લાકડાં, ઈમારતી કામ માટેનાં લાકડાં અને બીજી ઢગલાબંધ જંગલની પેદાશો માટેની માગ પણ વધતી જાય છે.
પરંતુ એ બધી વસ્તુઓ કરતાંય, જંગલો ખેતીવાડીને કે સીંચાઈવ્યવસ્થા વગેરેને જે રક્ષણ પૂરું પાડે છે, તે ખાસ અગત્યનું છે. એવી ગણતરી છે કે, જંગલોવાળી જમીન ૨ કરોડ, ૫૦ લાખ હેકટર-મિટર જેટલું પાણી સંઘરી શકે છે. એટલું જ પાણી નદી ઉપર બંધો બાંધીને આપણે સંઘરવું હોય, તો એ બધો પાછળ આપણે એક લાખ પચીસ હજાર કરોડ (૧,૨૫,૦૦૦ કરોડ) રૂપિયા ખર્ચવા પડે!
વિકાસના હેતુથી લેવાતાં પગલાં આમ પર્યાવરણ કે કુદરતી પરિસ્થિતિને વિઘાતક નીવડે, એ મોટી કરુણતા કહેવાય. “હરિયાળી કાંતિ * રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક છાંટણાનો ઉપયોગ આવશ્યક બનાવતી હોઈ, પર્યાવરણની દૃષ્ટિએ કુદરતી પરિસ્થિતિને ભારે જોખમમાં મૂકી રહી છે.
જંગી સીંચાઈ યોજના એ વળી બીજી મોટી આફત બની રહી છે. એ યોજનાઓ અંગે નહેરો નાખતા જવાથી જમીનમાં પાણી પચ્યા કરીને જમીન નીચેના પાણીના તળની સપાટી ઉપર તરી આવે છે અને ખેતરો ઉપર ખારની છારી ફરી વળે છે. દાખલા તરીકે, સુરત અને ખેડા જિલ્લામાં પાણીની સપાટી ઊંચી તરી આવવાથી કેટલીક
* આપણું જૂના રાષ્ટ્રગીતમાં ઘરતી માટે “સસ્ય-શ્યામલ” (પાકથી શામળી દેખાતી) વિશેષણ વાપર્યું છે. પરંતુ “ગ્રીન રેવોલ્યુશન” એ પરદેશી શબ્દ હોવા ઉપરાંત પરદેશી દ૯૫ના છે.