________________
१२
જ રાસાયણિક ખાતર વાપરવા માંડયાં છે. –માત્ર એ કારણે કે વિકસિત ગણાતા દેશો એ ખાતરો વાપરે છે !
આપણી જમીનને મળેલી ખાસ કુદરતી બક્ષિસને કારણે આપણી ખેતીના વિકાસ માટે જુદાં જ ધોરણો અપનાવવાનું આપણે માટે આવશ્યક ગણાય. પરંતુ આપણા કૃષી-વૈજ્ઞાનિકોએ પશ્ચિમના દેશનું જ અંધ અનુકરણ કરવા જઈને આ મુદ્દો સમજવાની દરકાર જ કરી નથી. તે કૃષી વૈજ્ઞાનિકોએ આ રીતે આપણા દેશની કુદરતી સંપત્તિને ભારેમાં ભારે નુકસાન પહોંચાડયું છે.
છાણ એ સેન્દ્રિય ખાતર છે અને બધી બાબતમાં રાસાયણિક ખાતરો કરતાં ઘણું ઉત્તમ છે. છાણિયું ખાતર વાપરીને જ આપણા બાપદાદાએ સૈકાઓ સુધી આપણી જમીનની ફળદ્રુપતા ટકાવી રાખી હતી. નિષ્ણાતોએ ગણતરી કરી છે કે, દર વર્ષે જેટલું છાણ આપણા દેશમાં બળતણ તરીકે બાળી નાખવામાં આવે છે, તે છાણથી સીંદરી જેવાં રાસાયણિક ખાતર ઉત્પન્ન કરનારાં આઠ કારખાનાં જેટલું ખાતર જમીનને મળી રહે. એને અર્થ એ થયો કે, આપણે લોકો ખોરાકને રાંધવા માટે ખેરાકને જ બાળી નાખીએ છીએ. છાણ-મળને છાણ-કૂપમાં સડાવીને ઉત્પન્ન કરાતા મિથેન ગેંસ રાંધવાના અને દીવો કરવાના બળતણ તરીકે કામમાં આવે, એટલું જ નહીં પણ, ઉત્તમ સેન્દ્રિય ખાતર પણ પૂરું પાડે.
વધારે જોરથી વરસાદ પડવો અને વંટોળ ઊભા કરતા પવને ફૂંકાવા એ ઉષ્ણકાટાબંધ ઉપર આવેલા દેશનું લક્ષણ હોય છે. અમેરિકા અને યુરોપમાં એ જાતની પરિસ્થિતિ નથી. એટલે આપણે લોકોએ આપણા દેશ માટે જુદી જાતની ખેતીની પદ્ધતિ વિચારી કાઢવી પડે, જેમાં વનવિકાસને ખેતીવિકાસના ટેકામાં ગોઠવી આપ્યો હોય. એ અંગેના પ્રયાસને ખાસી અગ્રિમતા પણ આપવી જોઈએ.