________________
જમીનના રોગો ૧. ધેવાણુને રેગ
અતીની કોઈ પણ પદ્ધતિની સફળતાનો કયાસ કાઢવો હોય, તો તેની એક સાદી રીત એ છે કે, જુદા જુદા રોગોને સામને તે કેટલે અંશે કરી શકે છે, તે તપાસવું. જેમકે, (૧) ખેડાણ જમીનને બરબાદ કરતા બે સામાન્ય રોગ – ધોવાણ અને ખાર જામવો તે જમીનને લાગુ ન પડતા હોય; (૨) એ જમીનમાં ઊગતા પાકે જંતુ, ફૂગ અને બીજા ચેપી રોગે લઈ આવતાં અતિસૂક્ષ્મ જંતુને યથોચિત સામનો કરી શકતા હોય; (૩) તે જમીન ઉપર રહેનારાં અને જીવનારાં ઢોરઢાંખની વંશવૃદ્ધિ નિયમસર થતી રહેતી હોય અને તે પોતે તંદુરસ્ત રહેતાં હોય; તથા (૪) તે જમીનનો પાક ખાઇને જીવનાર લોકો તથા ઢોર-ઢાંખ શક્તિમાન, ખૂબ સંતાનોત્પાદક તથા માનવજાત જેમનાથી પીડાય છે એ અનેક રોગોથી મોટે ભાગે મુક્ત રહેતાં હોય, – તો એ ખેતીની પદ્ધતિ સફળ છે એમ કહી શકાય.
ખેતીની આધુનિક પદ્ધતિઓ ખાસ કરીને જ્યાં અપનાવવામાં આવી છે, ત્યાં આ ચારે રોગ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તે ભાગોમાં એક યા બીજા પ્રકારની બીમારી એ જ સામાન્ય પરિસ્થિતિ હોય છે; અને તરવરતી તંદુરસતી એ તે અપવાદ ! ૧. મૂળ Alkali – અકલી – પાણીમાં ઓગળી જતો ખાર (જે તેજ
બને મારી નાખે છે). ૨. મૂળ Virus – વાઇરસ – ચેપી રોગનું ઝેર અથવા રોગનો ચેપ લઈ
જનાર અતિ સૂક્ષ્મ જંતું.
ધ૮ – ૪