________________
ધરતી માતા
અત્યારના જમાનામાં ખેડાણ જમીનને લાગુ પડતો સૌથી વધુ બાપક અને સૌથી વધુ કારમો રોગ જો હોય, તે તે જમીનના ધોવાબને છે. જમીનની ફળદ્રુપતાના મૃત્યુઘંટ વાગવાની એ શરૂઆત છે.
અમુક પ્રકારનું ખુલ્લા ભાગોનું ધોવાણ એ તે જમાનાથી ચાલતી આવેલ કુદરતી પ્રક્રિયા છે. નદીના ઉપરવાસ ભાગો તપાસશે, તો નદીના મૂળ આગળના ઊંચા પર્વત જ્યાં વરસાદનું પાણી ભેગું થઈ વહેવા મારફતે નદીની શરૂઆત થાય છે, તે પર્વત વિસ્તારના છેડાના ભાગેની જમીનના પાતળા પડ હેઠળ ખડકો ઘણે ઠેકાણે બહાર નીકળેલા હોય છે. એ ખડકો ઉપર સતત આબોહવાનો ઘસારો પડતો જ રહે છે, અને તેમાંથી જે બારીક ખનિક રજકણોવાળો ગેરો પડતો જાય છે, તે નદી મારફતે સમુદ્ર તરફ ઘસડાતો રહે છે.
ખડકના ખુલ્લા ભાગ ઉપર જ આમ ઘસારો પડે છે એવું નથી. જમીન નીચે દટાયેલા રહેતા ખડકો ઉપર પણ બીજી રીતની પ્રક્રિયા ચાલુ રહેતી હોય છે; ઊલટું જમીન નીચે ઢંકાયેલા ખડકો ઉપર એ પ્રક્રિયા વધુ તીવ્રપણે ચાલતી હોય છે. કારણ કે, જમીનમાંથી અંદર ઊતરતું પાણી દ્રાવણના રૂપમાં કાર્બન ડાયોકસાઈડ ધારણ કરતું હોય છે. તે એ ખડકોનું વિઘટન કરી તેનાં રજકણો મોટા પ્રમાણમાં છૂટાં કરી નાંખે છે. ધીરે ધીરે તે રજકણો વડે આંતર-જમીન (સબ-સૉઈલ) અને પછી ઉપરની જમીન બનતી જાય છે. આ રીતે પાકને અને ઢોરઢાંખને જોઈતાં ખનિજ દ્રવ્યો, જેવાં કે ફોસ્ફરસ તથા પોટાશ અને બીજાં તત્તવો જમીનમાંથી જ સતત મળતાં રહે છે.
આ પ્રક્રિયાની સાથોસાથ જ જમીન ઉપર પડતા અને એકઠા થતા જે પ્રાણીજ અને વનસ્પતિના અવશેષો કુદરતી ક્રમે માટી થતા
જતા હોય છે તેમાંથી સૂમસ પેદા થાય છે. પેલાં ખનિજ દ્રવ્યોનાં * ૧, “ટ્રેસ એલિમેન્ટ્સ'. વનસ્પતિ અને ઢોરઢાંખની ભૌતિક પ્રક્રિયા ચાલુ રાખવાને આવશ્યક એવાં નજીવા પ્રમાણમાં મળતાં ખનિજ તો.