________________
૫૧
જમીનના રોગો સૂક્ષ્મ રજકણો ઘણી વાર સૂમસના ખંડો સાથે વરસાદના પાણીથી નદી મારફત નીચાણ તરફ આવેલા પ્રદેશ તરફ ઘસડાતાં જાય છે. છેવટે તેઓ ખીણ-પ્રદેશે આવી પહોંચે છે, જ્યાં કેટલાય ફૂટ જાડાઈના તેમના ફળદ્રુપ થરો જામે છે. જો કે નદી તો એ બધું ધોવાણ દરિયા સુધી ઘસડી જવા કટીબદ્ધ થયેલી હોય છે; અને ખીણ-પ્રદેશના ખેડૂતે જો સમજદારી ન દાખવે અને કાળજી ન રાખે, તો તે બધું સમુદ્રમાં જ ઘસડાઈ જાય. ત્યાં પણ કુદરત માતા તે થોથી નદીના મુખ પાસે નવી ફળદ્રુપ જમીન તૈયાર કરે છે. પેલા ખીણ-પ્રદેશના અભાગિયા ખેડૂતોની ભૂલ માફ કરી, કુદરત માતા તેમને નવો પાઠ શીખવી, એ નવી ફળદ્રુપ જમીન સાદર કરે છે. આમ કુદરતનો ધોવાણને અને નવી જમીન તૈયાર કરવાને સ્વાભાવિક કાર્યક્રમ ચાલતું રહે છે.
પરંતુ કુદરતે ડહાપણ વાપરી આ વાણની પ્રક્રિયા ઉપર એક લગામ લગાવી આપી છે. અને એ વસ્તુ સમજી લેવી બહુ અગત્યની છે. કારણ, માણસ એનો લાભ ઉઠાવી. પિતાની ફળદ્રુપ જમીનનું વાર્ષિક ધોવાણ અટકાવી શકે છે.
ખડકના ઘસારાથી ઉત્પન્ન થયેલાં ખનિજ દ્રવ્યોનાં સૂક્ષ્મ રજકણાની સાથે ગુંદરિયા-સિમેન્ટ જેવાં બીજાં રજકણો કુદરત આસપાસના સૂમસ ઉપર જીવતાં જમીનમાં રહેતાં જંતુઓનાં મૃત શરીરમાંથી ઉત્પન્ન કરે છે એ ગંદરિયા રજકણે બે ઈટને જોડતા સિમેન્ટના પડનું કામ કરે છે; અને છૂટાં છૂટાં ખનિજ રજકણોને એક બીજા સાથે જોડી રાખે છે. પરંતુ એ ગુંદરિયા રજકણો, જ્યાં ખડકના ઘસારાથી ખનિજ રજકણો પેદા થાય છે તેમની પાસે જ પૂરતા પ્રમાણમાં પેદા થવાં જોઈએ. કુદરત ડહાપણ વાપરી, નદીના મૂળ આગળના પ્રદેશ પાસે આવેલા પહાડો ઉપર જંગલનાં જંગલ ખડાં કરી રાખે છે. ત્યાં ઝાડનાં પાન વગેરે ખરીને માટી થતાં ખૂબ ઘૂમસ પેદા થતું રહે છે. એ સૂમસ ખાઈને જીવતાં જંતુઓનાં મૃત શરીરમાંથી જ પેલું ગુંદરિયા ૨જકણ મળતું હોય છે, જે પૂરના પ્રમાણમાં મળી રહે તે જ પેલાં ખડકના