________________
પર
ધરતી માતા
ઘસારાથી પેદા થતાં ખનિજ રજકણાને પૂરેપૂરાં જોડી આપી શકે; અને એ રીતે તેમનું સમુદ્ર તરફ થતું અનિયંત્રિત ધાવાણ અટકે.
આમ જોઈ શકાશે કે, નદીના મૂળ પાસેના જંગલોથી છવાયેલા પહાડી વિસ્તાર જતન કરીને જાળવવા અને પૂરતા પ્રમાણમાં વધારવા એ જમીનનું ધાવાણ થતું અટકાવવાની વડી ચાવી છે. એ વસ્તુ સમજ્યા વિનાના ધાવાણ અટકાવવાના નીચે ખીણ-પ્રદેશોમાં કરાયેલા પ્રયત્ન કેવળ ફાંફાં જ છે. એ વસ્તુ આપણે જાપાન અને ચીન એ બે દેશના દાખ લાથી વધુ સારી રીતે સમજી શકીશું.
જાપાન ઊંચી ઊંચી ટેકરીવાળા પ્રદેશ છે. ત્યાં જમીનનું ધેાવાણ અટકાવવું એ ખરેખર મુશ્કેલ કામ છે. છતાં કુદરતની કામગીરી અને ડહાપણ નિહાળી, તે દેશના લોકોએ પેાતાના દેશની ખેડાણ જમીનની ફળદ્રુપતા જાળવવાનું તથા ધાવાણ થતું અટકાવવાનું ભગીરથ કાર્ય પાર પાડયું છે – ખર્ચની અને મહેનતની પરવા કર્યા વિના,
ઊંચાણમાં આવેલા પહાડોમાંથી જોરથી ધસી આવતું પાણી, ખીણનાં ચાખાનાં ખેતરોને ધાઈ કાઢે, તે તે દેશની વસ્તી ભૂખે મરતી જ થઈ જાય. તે અટકાવવા માટે જાપાનની સરકાર જમીનની કિંમતથી દશગણી કિંમત જેટલું ખર્ચ કરે છે. નદીના મૂળ પાસેના પહાડોના વિસ્તારમાં ઊગેલાં જંગલાને જાળવી રાખવા એકર દીઠ ૪૫૩ યેન* ખરચે છે; જો કે, એ પ્રદેશની જમીનના ભાવ એકર દીઠ ૪૦ યેન ગણાય. પરંતુ એટલું ખર્ચ કરીનેય એ દેશના લાકો ખીણ-પ્રદેશનાં ચાખાનાં ખેતરોને બચાવી લે છે, જેમની એકર દીઠ કિંમત ૨૪૦ થી ૩૦૦ યેન છે. સૈકાંઓ પહેલેથી જાપાનના લોકોને આ વડી ચાવી મળી ગયેલી છે અને રાષ્ટ્રીય સરકારની નીતિ બરાબર તેના પાયા ઉપર જ રચવામાં આવી છે. તે પહાડી વિસ્તારનાં જંગલાને જાળવી રાખવા પૂરતું ધ્યાન આપે છે. તે બાજુનાં જંગલાને લાકડાં માટે કપાવી નાખવાનું કે ખેતરો બનાવવાના લાભમાં સાફ કરાવી નાખવાનું તે જાણે સમજતા જ
* ૪૫ પાઉન્ડ,