________________
જમીનના રંગો નથી. અલબત્ત, પછી પગથિયાં પાડી ખેતર બનાવવાની રીતથી પાણીને જોરથી નીચે વહી જતું અટકાવવા બીજા ઉપાયો તેઓ લે છે જ.
ત્યારે ચીન દેશ એનાથી ઊલટું જ ઉદાહરણ પૂરું પાડે છે. ચીનની એકલી યાંગસિયાંગ નદી (જે પીળી નદીને નામે ઓળખાય છે) તે જ ૨ અબજ ટન જેટલી જમીન દર વર્ષે ઘસડી લાવે છે. એટલી જમીન ૪૦૦ ચોરસ માઈલના વિસ્તારમાં પાથરવામાં આવે, તે પાંચ ફૂટ ઊંડું પડ બને. ચીન દેશે પીળી નદીના ઉપરવાસ વિસ્તારોમાં પણ મનુષ્યની વસતી વધવા દીધી છે. તેઓએ ત્યાંનાં જંગલો કાપીને તથા જમીન સાફ કરીને ખેતી કરવા માંડીને પોતાને માટે આ આખા વિકટ પ્રશ્ન ઊભો કર્યો છે. એ કાંપ નદીના પટમાં પણ કર્યા કરે છે. પરિગામે નદીનું તળ ઊંચું આવતાં પૂરના દિવસોમાં પાણી કિનારા ઉપરથી ઊભરાઈને આજુબાજુની વસ્તીને રંજાડે છે. તે રોકવા માટે નદીના કિનારાઓ ઉપર સરકાર મોટા ખર્ચે પાળાઓ ઊભા કરાવે છે. પરંતુ અમુક અમુક વર્ષે પીળી નદી એ પાળાઓને ઘોઈ કાઢે છે, એટલે એ પાળાઓને નવેસર તથા વધુ ઊંચા કરવા સરકાર નવું અને વધુ ખર્ચ કરે છે. આ પ્રક્રિયાને અંત જ આવતું નથી. મૂળ ભૂલ, સરકારે નદીના મૂળ તરફના ઉપરવાસ વિસ્તારને જંગલો કપાવી, ઘાસ ચરાવી, ખેતરો બનાવી, બોડો કરી મૂક્યો, ત્યાં આગળ થઈ છે. એ ભૂલ સુધારે નહિ, ત્યાં સુધી નીચે પાળાઓ બંધાવવા કરવામાં આવતું ચાલુ ખર્ચ નકામું જ જાય છે અને જવાનું.
આમ, નદીના મૂળ તરફને જંગલ વિસ્તાર ધોવાણ અટકાવવામાં બે રીતે અસરકારક નીવડે છે: (૧) જંગલનાં ઝાડો, તથા જમીન ઉપર ઊગતાં ઝેડાંઝાંખરાં વરસાદના પાણીના મારાને અધવચ ખાળીને સૂક્ષ્મ ફરફરમાં ફેરવી નાખે છે, જેથી જમીન ખોદાતી - ધેવાતી અટકે છે; તથા પહાડોમાંથી ધસી આવતા વરસાદના પાણીથી પણ જમીનનું
• ચીનની અત્યારની કોમ્યુનિસ્ટ સરકારે આ અંગે શું કર્યું છે, તેને આમાં ભાગ્યે સમાવેશ થતો હોય. – સંપા