________________
ધરતી માતા
પાછાતરા ભાગમાં કે પાનખરમાં જમીનને કાઈ ને કાઈ પાક હેઠળ રાખવી; અથવા જમીનમાં પાછા ખેડી નંખાય એવા ઉગાવા હેઠળ રાખવી. જમીનમાંથી કંઈ ને કંઈ વનસ્પતિ હંમેશ મેળવતા રહેવું જોઈએ અને પછીના વર્ષ માટે તેનું ઘૂમસમાં રૂપાંતર કરવું જોઈએ.
આ બધું થયા પછી છેલ્લા મુદ્દો નાઇટ્રોજન એકત્રિત કરવા અંગેના રહે છે. જમીનનાં જે જંતુ વાતાવરણમાંથી આ કામ કરી આપે છે, તેમને ખારાક અને શાક્ત માટે પૂરતા સેંદ્રિય પદાર્થો જોગવવા જોઈએ; એટલું જ નિહ પણ, ઑકિસજન, ભેજ, અને કેલ્શિયમ કાર્બાનેટ જેવા પાયા તેમને મળી રહેવા જોઈએ. જમીનમાં ચાક કે ચૂનાના ભૂકો ભેળવવાથી જે સારો ફાયદો થતા જણાય છે, તે નાઇટ્રોજન એકત્રિત થતા હોવાને કારણે જ થતા લાગે છે. સારી રીતે તૈયાર કરેલા કૉ પાસ્ટના ઢગલામાં એ પ્રક્રિયા થતી હોય છે; તે જ જમીનમાં પણ ચાલુ રહેવી જોઈએ.
૧૦૪
આમ, આંતર-જમીન સુધી ઊંડા ચીરા પડાવવા, જાનવરોનાં મળમૂત્ર અને વનસ્પતિના કચરાના પૂરો ઉપયોગ કરવા, શીટ-કોંપેાસ્ટિંગ, અને નાઇટ્રોજન એકત્રિત કરવા વગેરે કુદરતી સાધનોના ઉપયોગ કરી લેતા પહેલાં રસાયણા પાછળ પૈસા ખર્ચવાના વિચાર પણ ન કરવા જોઈએ. કુદરત-માતા આપણને જે શીખવી રહી છે, તે પદ્ધતિએને જ અનુસરીએ, તે ઘેાડા જ વખતમાં આપણને ખાતરી થશે કે કુદરત પાતે સર્વોત્તમ ખેતી-વૈજ્ઞાનિક છે.
શહેરના કચરાના ઉપયાગ
મેાટાં શહેરો અને નગરોની આસપાસની ખેતીની જમીના મુખ્યત્વે તેમને જોઈતાં તાજાં શાક-ભાજી, ફળ અને દૂધ માટે ઉપયોગમાં લેવાતી હાય છે. તેથી આ બધી જમીનને સંપૂર્ણ નીરોગી અને ફળદ્રુપ રાખવી જરૂરી છે. એ માટે મોટા પ્રમાણમાં કોસ્ટની જરૂર પડે. પરંતુ શહેરોમાંથી વનસ્પતિના કચરો તથા જાનવરોનાં મળ-મૂત્ર પૂરતા પ્રમાણમાં મળવાનો સંભવ જ હાતા નથી, તે પછી એ કૉ પાસ્ટ-ખાતર કેવી રીતે