________________
ખાતરને પ્રશ્ન
૧૦૩ લીલાં ખાતર, જમીન વાસેલ રાખવી હોય ત્યારે વાવવામાં આવતા થોડા સમયમાં તૈયાર થતા છોડવા, નીંદામણ, વગેરે.
આ ત્રણ જાતના વનસ્પતિ-જ પદાર્થોમાંથી ઉત્તમ પ્રકારનું સૂમસ તૈયાર કરવા માટે આપણે હંમેશાં પ્રાણીજ-અવશેષો, જેવા કે ઢોર-ઢાંખનાં છાણ-મૂતર કે કમ્પોસ્ટ ખાતર તેમાં ઉમેરી આપવાં જોઈએ. આ ઉરોજક સામગ્રી ઉપરાંત ઑકિસજન, ભેજ અને ગરમી પણ જોઈએ. તેમાંથી ઑકિસજન તે વાતાવરણમાંથી મળે છે; ભેજ જમીનમાંથી, વરસાદમાંથી અને ઝાકળમાંથી મળી રહે છે, અને જોઈતી ગરમી (ઠંડા પ્રદેશમાં પણ ઉનાળાના અંત ભાગમાં કે પાનખરની શરૂઆતમાં જ્યારે જમીન ઠંડી પડવા માંડે ત્યારે શીટ-કૉમ્પાસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં ન આવે તો) આપોઆપ મળી રહે છે.
લણણી બાદના ઝૂંપરા-કચા, જમીનમાં ખેડી નાખવા માટે ઉગાડેલા છોડ, લીલાં ખાતર, થોડા સમયમાં તૈયાર થતા વાવેલા છોડ અને નીંદામણ એ બધું જમીનમાં બહુ ઊંડે ન દટાય તો જ શીટકૉમ્પોસ્ટિંગનું ઉત્તમ પરિણામ મળે છે. એટલે એમના ઉપર જમીનને જાડો થર ન થઈ જવો જોઈએ, કારણકે, શીટ-કૉમ્પોસ્ટિંગને હવાનો પુરવઠો વધારે જોઈએ. માટીનું પડ તે અંદર બધો જથ્થો ભેજવાળો રહે એટલા પૂરતું જ ઉપર છાવરવાનું હોય છે. લણણી પછી જમીન સુકાવા માંડે તે પહેલાં આ બધા ઉપર ખેતરની માટી છાવરવાનું શરૂ કરી દેવામાં આવે, તે ભેજને પુરવઠો વધુ પ્રમાણમાં જળવાઈ રહે.
જમીન જો પૂરતી સ્વસ્થ હોય, તો શીટ-કૉમ્પોસ્ટ કરેલી જમીન ઉપર થોડા સમયમાં તૈયાર થતા છોડ વાવવાથી બીજી વારનું કૌમ્પોસ્ટિંગ સાધી શકાય છે. એ છોડ ઢોર-ઢાંખને ખાવાના કામમાં આવે અથવા જમીનમાં પાછા ભંડારી દેવાય. આ બધું કરવાને ઉદ્દેશ એટલો જ છે કે, સૂર્યની શક્તિનો પૂરો ઉપયોગ કરી શકાય તે માટે ઉનાળાના * ૧. catch crops. ૨. ઓગસ્ટથી ઓકટોબર સુધીના ત્રણ મહિના.