________________
માનવની કિતાબ
૨૫ આમ એક પરાક્રમી-શક્તિશાળી પ્રજા પોતાની મા-ધરતીને માદ્રોહ કરવા તરફ વળીને જાતે પાયમાલ થઈ અને બીજી ઘણીને પાયમાલ કરતી ગઈ, ત્યારે ચીન, ભારતના જેવી પ્રાચીન પ્રજાઓ મા-ધરતીના ધાવણને અને તેની પૂજાને ન ભૂલીને હજુ જીવતી છે. અલબત્ત, ગમે ત્યારે તેઓ પણ રોમનની પેઠે ઘમંડમાં આવી જઈ, પિતાની ધરતીને ભૂલી, પરદેશથી મંગાવેલા અનાજને જોરે ટકી રહેવા ઇચ્છવાને પંથે વળી શકે છે; પણ પરદેશથી સર્વ વગરનું ગમે તેવું અનાજ ખાઈને કોઇ પ્રજા તાકાતવાન રહી ન શકે – એ પાઠ જ રોમન પ્રજાનો ઇતિહાસ સૌ કોઈને શીખવી જાય છે.
રોમનોની ગમે તે વલે થઈ, પણ યુરોપના બાકીના પ્રદેશો કંઇક વધુ ભાગ્યશાળી હતા. મધ્ય યુગમાં ત્યાં બધે ધીમે ધીમે ખેતીની એવી પદ્ધતિ ઊભી થતી ગઈ હતી, જે ઓગણીસમા સૈકા સુધી ટકી રહીને સુ-ફળ આપતી રહી.
એ પદ્ધતિ અમુક મૂળભૂત તો ઉપર ઊભી થયેલી હતી. ખેતીવાડીની સાથે ઢોરપાલન પણ સાથે સાથે જ ચાલતું. પરિણામે જમી ને જોઈનું ખાતર મળી રહેતું. એ ખાતર તૈયાર કરવાની રીત જોકે સંપૂર્ણ ન કહેવાય; ઉકરડાને એ ઢગલો, આપણે આગળ ઉપર જોઈશું તેમ, જરાય કાર્યક્ષમ ન કહેવાય; પરંતુ યુરોપખંડની ધરતીની ફળદ્રુપતા જાળવી રાખવામાં એ ઉકરાઓએ કીમતી ફાળો આપ્યો છે, એ વાત નક્કી. તે વખતની ખાડા-જાજરૂની પદ્ધતિઓ એથી પણ ઓછી સફળ નીવડી કહેવાય. એટલે જ પાણીથી મળ વહી જવાની ગટરો શોધાઈ તેની સાથે એ પદ્ધતિ લુપ્ત થઈ ગઈ. આ ગટરો કીમતી ખાતરોને હવે દરિયામાં કે નદીમાં તાણી જાય છે. તદુપરાંત પહેલાં જે કચરાપેટી હતી, તેને કચરો પણ નવી સફાઈ-પદ્ધતિઓ હેઠળ બાળી નાખવાનું કે ખાણમાં દાટી દેવાનું શરૂ થયું છે; તેથી પણ એ કચરાનું જે કાંઈ ખાતર જમીનને મળી શકે તે બંધ થયું છે.