________________
માનવની કિતાબ જીવનશક્તિ વચ્ચે કે માર્મિક સંબંધ છે, તેને એ લોકો ઉત્તમ દાખલો પૂરો પાડે છે. હંઝા લોકોની ખેતી પણ જૂના પર દેશની પેઠે પર્વત ઉપરથી આવતા પાણી વડે પગથિયાંમાં થતી હોઈ, તે પાણી સાથે જમીનને જરૂરી ઘણાં તો ધોવાઈ આવે છે અને નાઈલ નદીના કાંપની પેઠે જમીનને ફળદ્રુપ બનાવે છે.
ચીન દેશમાં આ રીતે પાણી સાથે કાંપ મળવાની સગવડ નથી. તેમાં તે મોટા મોટા સપાટ પ્રદેશમાં જ ખેતી થાય છે અને તેની પેદાશ ઉપર કદાચ દુનિયાની સૌથી મોટી વસ્તી નભે છે. ૪૦૦૦ વર્ષથી એ લોકો એ પ્રમાણે જમીનને ખેડયા કરી એને કસ વાપરતા આવ્યા હોવા છતાં, ડહાપણ પૂર્વક જમીનને બની શકે તેટલું ખાતર બદલામાં પૂરું પાડ્યા કરે છે. એક પણ સૂકું પાન, સૂકી ડાળખી, તળાવડાને કે ખાબોચિયાને મૂઠીભર કાદવ-કશું તેઓ નકામું જવા દેતા નથી. માનવ મળ-મૂત્ર, પ્રાણીનાં મળ-મૂત્ર, શહેરોને કે ગામને કચરો, એ બધું ભેગું કરી, ચીની ખેડૂત પિતાના ખેતરમાં “કૉપેસ્ટખાતર’ તૈયાર કરવાના ઉકરડા ઊભા કરતે જ રહે છે. કોમ્પોસ્ટ ખાતર બનાવવાની કળા ચીની ખેડૂતને જેવી હસ્તગત છે, તેવી કદાચ બીજા કોઈને નહીં હોય; અને તેથી જ જમીનને વસેલ રાખ્યા વિના, એક પછી એક કે એક ઉપર એક દોઢાતા પાકો તે પોતાની જમીનમાંથી નિરંતર લીધા કરે છે. ઉપરાઉપરી પાક લીધા વિના તે દેશની મોટી વસતીને નિભાવ પણ ન થઈ સકે.
ચીની પ્રજા જેટલો ભાર જમીન ઉપર કોઈ પ્રજાને નહિ હોય; અને છતાં તે શાણી પ્રજાએ પરાપૂર્વથી ચાલી આવેલી રીત પ્રમાણે યજ્ઞના નિયમનું – વળતરના મહાન કુદરતના નિયમનું– યથાવત પાલન કર્યું હોઈ, તેઓની જમીન સૈકાઓ થયાં ફળદ્રુપ રહી છે.
ગ્રીસ દેશને ઈતિહાસ એ રીતે જોતાં બહુ કરુણ છે. એના નાનકડા ટાપુઓ ઉપરની જમીન કયારે કેવી રીતે જંગલ વિનાની અને