________________
જમીનના રેગો પૂરનો ભય ઊભો કરે છે. એ જ પરિણામ નદીના મૂળ પાસેના પ્રદેશમાં વધારે પડતાં ઘેટાં-બકરાં ચરાવી જમીન ઉપરની ઘાસની શેતરંજી દૂર કરવાથી પણ આવે છે.
(૨)
આખી દુનિયા ઉપર એકસામટી નજર નાખીએ, તે જણાશે કે, જમીનના ધોવાણથી અત્યાર સુધીમાં પારાવાર નુકસાન થયું છે, અને તે ઝડપથી વધતું જાય છે. પ્રદેશવાર જોઈએ તો અલબત્ત એ નુકસાન પ્રમાણમાં ઓછું યા વધું માલુમ પડશે. જેમકે ઉત્તર પશ્ચિમ યુરોપના કેટલાક ભાગોમાં જમીને ઘાસના અથવા ખેડી નાખવા વાવેલા ઘાસના કાયમી કે તાત્કાલિક ઢાંકણ હેઠળ રહે છે; તથા ત્યાં હજુ વનજંગલનું પ્રમાણ સારી રીતે જળવાઈ રહ્યું છે, એટલે ધોવાણને પ્રશ્ન ખેતીની દ્રષ્ટિએ અગત્યનો બન્યો નથી. પરંતુ ઉત્તર અમેરિકાના કેટલાક ભાગો, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને ભૂમધ્ય સમુદ્રને કિનારે આવેલા પ્રદેશમાં જંગલોને મોટા પ્રમાણમાં કાપી નાખવામાં આવ્યાં હોઈ, તથા જમીનને વાસેલ રાખ્યા વિના તેના ઉપર સતત પાકો લેવાનું જ ચાલુ રાખવામાં આવ્યું હોઈ, ફળદ્રુપ જમીનના મોટા ભાગે લગભગ તદૃન બરબાદ થઈ ગયા છે, અથવા થવાની તૈયારીમાં છે.
અમેરિકામાં ૧૯૩૭ ની સાલમાં જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે ૨૫ કરોડ, ૩૦ લાખ એકર જમીન અર્થાતુ ખેડાણ હેઠળ આવેલી જમીનને ૬૧ ટકા ભાગ તદ્દન અથવા થોડે ઘણે અંશે બરબાદ થઈ ગયો હતો અથવા મોટા પ્રમાણમાં તેની ફળદ્રુપતા ગુમાવી બેઠો હતો. માત્ર ૧૬ કરોડ, ૧૦ લાખ એકર જમીન અથત ખેડાણ જમીનને ૩૯ ટકા ભાગ આધુનિક પદ્ધતિની ખેતી હેઠળ ચાલુ રહ્યો હતો. એમ એક સૈકા કરતાં ઓછા સમયમાં અમેરિકાએ પોતાની ખેતીની મૂડીનો રાણ-પંચમાંશ ભાગ ગુમાવ્યો હતો.
જમીનનો દુરુપયોગ કરવા જતાં એ મહાન દેશને આ માઠાં પરિણામ ભોગવવાનાં થયાં છે. અમેરિકામાં વસવાટ કરવા ગયેલા શરૂઆ