________________
૫૬
ધરતી માતા
તના લોકો ખેતી-કામના અનુભવી ન હતા; અને જમીનને નફો પ્રાપ્ત કરવાનું સાધન જ માનતા. એ અફાટ દેશમાં એટલી મેટી સમૃદ્ધ જમીન તેમના હાથમાં આવી ગઈ હતી કે, નફો જ શેાધનારા લેાકા વગર મુશ્કેલીએ તેના મનસ્વી ઉપયોગ કરી શકતા હતા, અને તેમના ઉપર કશું સરકારી નિયંત્રણ ન હતું. હવે પરિસ્થિતિ લક્ષમાં આવતાં એ બાબતમાં કંઇક પગલાં લેવાઈ રહ્યાં છે, પણ તે ભાગ્યે પૂરતાં કહેવાય.
આફ્િકામાં પણ ગેરા લેાકાના શેષણે માઝા મૂકતાં જમીનનું ધાવાણ શરૂ થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકાના પ્રદેશ ચરાણ ઘાસનાં બીડા તરીકે મશહૂર હતા, તે હવે કથારના અર્ધું-રણ બની ગયો છે. ૧૮૯૭માં ઑરેંજ ફ્રી સ્ટેટ પણ લસલસતા ચરાણ ઘાસથી ભરપૂર હતું; તથા વચ્ચે વચ્ચે બવાળાં તળાવડાં ચમકારા મારી રહ્યાં હતાં. ત્યાં અત્યારે ધાવાણથી તદ્દન નકામાં કોતરો બની રહ્યાં છે. ૧૯ મા સૈકાના અંત ભાગમાં જ દક્ષિણ તરફના એ ગારાઓને ખબર પડવા માંડી કે જમીન ઉપર વધારે પડતાં ઘેટાં-બકરાં વસાવી, પ્રમાણ બહારનું ચરાણ કરી નાખી, જમીનને છેક જ ઉઘાડી કરી નાખવાને કારણે, ફળદ્રુપ જમીન ધાવાઈ ધાવાઈને બધે કોતરો જેવું જ થઈ રહ્યું છે. એ ધાવાતી જમીનની માટીથી તળાવ–સરોવરો પુરાઈ જતાં ભોંયતળનું પાણી પણ ઓછું થઈ ગયું છે.
બસુટાલૅન્ડ પણ સામાન્ય રીતે પાણી-ભરપૂર પ્રદેશ ગણાતા. ત્યાં વસ્તીનું દબાણ વધતાં ઘણા મેાટા વિભાગા ખેડી નાખવામાં આવ્યા અને બાકીના ચરાણ ભાગા ઉપર વધારે પડતાં ઘેટાં-બકરાં વસાવવામાં આવ્યાં. પરિણામ જે આવવાનું તે આવ્યું જ.
કેન્યામાં છેલ્લાં દશ વર્ષીમાં જમીનના ધોવાણના પ્રશ્ન બહુ ગંભીર બની ગયા છે, દેશી વિસ્તારોમાં તેમજ ગેારા વિસ્તારોમાં પણ. દેશી વિસ્તારોમાં માણસ પાસે જેમ વધારે ઢોરઢાંખ, તેમ તે વધુ ધનવાન ગણાય છે, તથા કન્યાની કિંમત પણ સર્વત્ર ઢોર આપીને જ ચૂકવાતી હાઈ, ઢોરઢાંખની સંખ્યા જ મહત્ત્વની બની રહે છે,–તેમની ગુણવત્તા