________________
વિજ્ઞાનની કિતાબ
૪૩ જ બની જાય છે! – અર્થાત્ એ ઘઉં બી તરીકે વાપરવા લાયક રહેતા નથી.
૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યારે ઇંગ્લેન્ડ દેશમાં બ્રોડબૉકની પ્રયોગશાળામાં કરવામાં આવેલા રાસાયણિક ખાતરના પ્રયોગોનાં પરિણામોને મબલખ પાક ઉતારવા માટે કામમાં લેવામાં આવ્યાં હતાં. દારૂગોળાનાં કારખાનામાં ધડાકો કરવા માટે હવામાંથી નાઇટ્રોજન મેળવવાની તરકીબ કામમાં લેવામાં આવી હતી. જ્યારે લડાઈ બંધ થઈ, ત્યારે દારૂગોળો તૈયાર કરનારાં આ જંગી કારખાનાને ખેતી માટે સલ્ફટ ઑફ ઍમોનિયાનું ખાતર ઉત્પાદન કરનારાં કારખાનાં તરીકે કામમાં લેવામાં આવ્યાં. અને બજાર એ ફર્ટિલાઇઝરોથી ઊભરાઈ જવા લાગ્યાં.
- ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને જર્મન સબમરીનને ઇંગ્લૅન્ડની આસપાસ ઘેરો શરૂ થયો, ત્યારે રાસાયણિક ખાતરોની બોલબાલા વળી વધી ગઈ. “વધુ પાક ઉગાડો’ એ હુકમ સંરક્ષણના કાયદા હેઠળ વ્યાપક બન્યો અને ખેડૂતને રાસાયણિક ખાતરો ખરીદવા અને યંત્રો ખરીદવા સરકારી તિજોરીઓનાં નાણાં ઠાલવવામાં આવ્યાં. એમ રાસાયણિક ખાતરોનાં કારખાનાંવાળા અને સરકારી અમલદારો એ બંને વર્ગો સહિયારી કામગીરી બજાવવા લાગ્યા.
પરંતુ તેની કામગીરીની ધરતી ઉપર, પાક ઉપર, અને એ પાક ખાનાર પ્રાણીઓ અને મનુષ્યો ઉપર શી અસર થાય છે, એ જોવા કોઈએ પાછું વળીને જોયું નહિ. માણસને ભૂખમરો દૂર કરવા જમીનની ફળદ્રુપતાને =કસને જે નાશ કરવામાં આવ્યો, તેની કિંમત ભવિષ્યની પેઢીઓને હિસાબે ગણવા કોઈ થોભ્ય જ નહિ.
પરંતુ જમીનને કાયમને માટે બરબાદ કરતાં રાસાયણિક ખાતરો દાખલ કરાવ્યાં એ એકલી જ ભૂલ વૈજ્ઞાનિકોની પ્રયોગશાળાએાએ કરી ન હતી. વૈજ્ઞાનિક વિજ્ઞાનને રસાયણવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ