________________
ધરતી માતા તે એક જ જમીન ઉપરથી સતત એક જાતનો પાક કદી લેવામાં આવતું નથી. ઉપરાંત ખેતરો વાસેલ પણ રાખવામાં આવે છે. તે કારણે જમીન ઉપર ડાળખાં-પાંદડાં પડે, ઢોર-ઢાંખનું છાણ પણ પડે; તેવું કશું આ પ્રયોગશાળાના ટુકડાની બાબતમાં બનતું હોતું નથી. એટલે એ ટુકડો દેશના વાસ્તવિક ખેતરને પ્રતિનિધિ કોઈ અર્થમાં બની શકે નહિ.
(૨) બીજું, એક નાના ટુકડા ઉપર ચાલુ વાવેતર કર્યા કરવું, એ વસ્તુ અનેક વ્યાવહારિક મુશ્કેલીઓ પણ ઊભી કરે છે. એક પાક લીધા પછી મહિનાના ગાળા બાદ બીજી વખત તે જ પાકનું વાવેતર કરવાથી નકામા રોપાઓનાં જાળાં વધતાં જાય છે. ઊંડાં મૂળ નાખતા છોડની ખેતી વચ્ચે વચ્ચે કરતા રહેવામાં આવે, તો ઉપર ફરી વળતા નકામા રોપાઓનાં મૂળ દૂર થઈ જાય. તે વસ્તુ પેલા પ્રયોગશાળાના ટુકડામાં ન બને.
(૩) ત્રીજું, એ ટુકડાઓને આસપાસની જમીનથી સદંતર છૂટા પાડવા માટે કોઈ ઉપાયો લેવામાં આવ્યા હોતા નથી. એટલે, આજુબાજુની જમીનમાંથી એ ટુકડામાં જમીનની નીચેથી ધસી આવીને અળશિયા વગેરે જે કામગીરી બજાવી ગયાં હોય, તેનો યશ રાસાયણિક ખાતરને મળે છે. આજુબાજુની જમીનમાંથી દર વર્ષે અળશિયાં કેટલાય ફૂટ સુધી પુન: પ્રવેશ કરે છે. એટલે રાસાયણિક ખાતરની કામગીરીનો પ્રયોગ કરવો હોય, તો દશ એકર જમીન લઈ તેની આસપાસના અર્ધા એકર જેટલા કિનારાના ભાગના પાકને ગણતરીમાં લેવો ન જોઈએ.
(૪) અને ચોથું, એ પ્રયોગશાળામાં વાવેતર માટે “વહારનું’ નવું બી દર વખતે ઉપયોગમાં લેવામાં આવે છે. જે પાક એ ટુકડામાં નીપજ્યો, એ પાકનું જ બી નવા વાવેતર માટે જો કામમાં લેવાય, તો રાસાષણિક ખાતરની પાક ઉપર થતી બધી અસર જાણવા મળે. તો માલૂમ પડે કે, ઘઉંની એ જાત ૨૫ માંડીને પચાસ વર્ષમાં વાંઝણી