________________
ધરતી માતા
વિજ્ઞાન એમ જુદા જુદા વિભાગામાં વહેંચી નાખે છે. એ જ મનાવૃત્તિ ખેતી-વિજ્ઞાનની બાબતમાં પણ સ્પષ્ટતા અને સગવડને નામે શરૂ કરવામાં આવી. પરંતુ ખેતીવાડી એ તેા વ્યાપક જીવવિદ્યાનું સયાજન છે. વિજ્ઞાન શીખવતાં કરવામાં આવે છે તેમ, જુદા જુદા વિભાગામાં તેને છૂટું પાડી દેવું, એ ઊંધે રસ્તે, એટલે કે, ખાટે રસ્તે હાથે કરીને અટવાઈ મરવા જેવું થાય. કારણકે, વનસ્પતિ કે પ્રાણી પેાતાની જીવન-પ્રક્રિયા જુદા જુદા વૉટર-પ્રૂફ વિભાગેામાં વહેંચી નાખીને ચલાવતાં હોતાં નથી. તેઓ ૨૪ કલાકના ગાળામાં ખાય છે, શ્વાસ લે છે, ઊંઘે છે, પચાવે છે, હલનચલન કરે છે, માંદાં પડે છે, વેદના ભાગવે છે, અથવા સાજાં થાય છે; અને પેાતાની આસપાસની પરિસ્થિતિ, જેવી કે મિત્રો અને દુશ્મનના તેમના પ્રતિ ઉચિત પ્રતિક્રિયા પણ કરે છે. એમાંની કોઈ ક્રિયા તે બીજી ક્રિયાઓથી છેક જ વિભક્ત રીતે કરતાં હોતાં નથી.
**
પરંતુ વૈજ્ઞાનિકો જુદાં જુદાં અંગોના જુદા જુદા જ વિશિષ્ટ અભ્યાસ માંડે છે. કોઈ વૈજ્ઞાનિક પેાતાની મર્યાદાની બહાર કંઈ જોવા કે બાલવા જાય. તેા તેની સામે કાગારોળ મચાવી મૂકવામાં આવે છે. અને હવે તો છેક છેલ્લા કારમા ઘા કરનાર આંકડાશાસ્ત્રીને મદદમાં લેવામાં આવ્યા છે. હવે વૈજ્ઞાનિક સીધા જમીન ઉપર જઈને તપાસ કરી આવવાને બદલે પોતાની પ્રયોગશાળામાં પુરાઈ જાય છે અને આંકડાશાસ્ત્રના ગણિતના આધારે જ પેાતાનાં સંશાધનાને ચકાસી જુએ છે.
એક વખત વૉબર્ન એકસપેરિમેન્ટ સ્ટેશન તરફથી સર હાવર્ડને સલાહ માટે બાલાવવામાં આવ્યા હતા. તે સ્ટેશનના એક પ્રાયેાગિક ટુકડો રાસાયણિક ખાતર ખાઈ ખાઈને તદ્દન નિર્જીવ બની ગયા હતા. તેમાં કશું જ અનાજ ઊગતું બંધ થઈ ગયું હતું! શા માટે એમ બન્યું એના જવાબ શેાધી આપવા સર હાવર્ડને કહેવામાં આવ્યું. તેમની સમક્ષ વર્ષવાર આંકડાશાસ્ત્રના કોઠા ધરી દેવામાં આવ્યા.
સર હાવર્ડે એ જાતની જમીન ઉપર આસપાસ કયાંય સારી ખેતી થાય છે કે નહિ તેની તપાસ કરી. તેા પાસે જ ખેતરમાં મેથીની ભાજી