________________
કૅપાસ્ટ તૈયાર કરવાની ઇંદ્દાર-પદ્ધતિની ટીકા ૧૧૧ અને આ બધું છતાં ઈંગ્લૅ ́ડની પાર્લામેન્ટમાં લૉર્ડ ટેવિયૉટ અને તેમના ટેકેદારોએ આપેલી ચૅલેજ હજુ ઊભી જ છે. તેમણે પેાતાને પૈસે એક જ જાતની જમીન ઉપર બે મેટાં ખેતરોમાં લાંબા વખત અખતરા કરીને નક્કી કરી જોવા ખેતીખાતાના પ્રધાનને જણાવ્યું હતું કે, કૃત્રિમ ખાતરોવાળું ખેતર સરવાળે વધુ અન્ન આપે છે – વધુ આરોગ્ય બક્ષે છે— વધુ કાર્યક્ષમતા ઊભી કરે છે, કે કાં પેાસ્ટ ખાતરવાળું ખેતર ? જો રાસાયણિક ખાતરોવાળા વૈજ્ઞાનિકો અને સંશોધકોને પેાતાની શેાધ બાબત પૂરી ખાતરી હતી, તેા તેમણે આ ચૅલે જ સ્વીકારી લેવી જોઈતી
-
હતી.
સર આલ્બર્ટ હાવર્ડ અંતે એક પડકારરૂપ નિવેદન પોતાના પુસ્તકમાં કરે છે, તે ખાસ નોંધપાત્ર છે
66
૧૯૪૦ સુધીમાં તે હું એવા નિર્ણય ઉપર આવી ગયો છું કે, ખેતી અને માનવજાત ઉપર આવી પડેલી અનેક કારમી આફતોમાં એક સૌથી વધુ કારમી આફ્ત, કૃત્રિમ ખાતરોથી જમીનને ધીમું ઝેર દઈ નિષ્પ્રાણ કરી નાખવામાં આવે છે, એ છે.”
―――――――
[સમાસ]